એક ને તાવ આવતો હતો, બીજાને પગ દુખતા હતા, અને ત્રીજો થાકી ગયેલ અધિકારીએ સ્વબાચાવ જવાબોનો પણ સ્વબચાવ કર્યો…
ઊના – ગુજરાત પાણી પુરવઠા કચેરીમાં કાયમી કર્મચારી અધિકારીની ૨૦ વર્ષથી ખાલી પડેલ જગ્યા ભરવામાં આવતી નથી. અને છેલ્લા ઘણા વર્ષોથી રોજમદાર કર્મચારીઓના ભરોસો ઓફીસનો કરોડોનો વહીવટ ચાલ છે. જ્યારે મુખ્ય અધિકારી એવા નાયબ કાર્યપાલક ઇજનેર પણ છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ હોય છે. હવે આ કચેરીમાં ક્લાર્કની ફરજ પણ રોજમદાર કર્મચારીના શીરે અને પટ્ટાવાળાની ફરજ પણ રોજમદાર કર્મચારીના શીરે ત્યારે રૂ. ૩૬ હજારના રોજમદાર કર્મચારી માટે ઓફીસએ ઘર હોય તેમ ઓફીસ અધિકારી વગર ખાલીખમ અને રોજમદાર કર્મચારીને જલસા કેમ કે કોઇ કહેવા વાળુ નહીં. આ અંગેના તા.૧૭ સપ્ટે.ના અહેવાલ પ્રસિધ્ધ થયેલ. જેમા રોજમદાર કર્મચારી ટેબલ પર પગ ચડાવી જલસાથી બેઠા છે. અહેવાલ પ્રસિધ્ધ થયાં બાદ ઇ.ચાર્જ અધિકારી ઉના દોડી આવ્યાં હતા. અને રોજમદાર કર્મચારી સાથે ચર્ચા કરી વિગતો જાણી અને પછી કોનો કેમ સ્વબચાવ કરવો એ નક્કી થયુ અને પછી લખાયા જવાબો જેમાં રોજમદાર કર્મચારીજે ક્લાર્કનું કામ કરે છે તે ચેતનભાઇ આડતિયાએ તેમના જવાબમાં તાવ આવતો હોવાથી ટેબલ પર સૂઇ ગયેલ હોવાનું જણાવી પોતાનો જવાબ અધિકારી સમક્ષ રજુ કરી આપ્યો. જ્યારે બીજા એક રોજમદાર કર્મચારી જે પટ્ટાવાળાની ફરજ બજાવે છે તેમણે પોતાના જવાબમાં પગ દુખતા હોવાથી ટેબલ પર પગ રાખીને બેસેલ જ્યારે ત્રીજા રોજમદાર કર્મચારી રમેશભાઇ ગોસાઇ કે જેમણે ઓફીસના ગ્રાઉન્ડની બહાર ઝાડવા કાપતા હોય થાકી ગયા હોવાથી ટેબલ પર આરામ કરતા કરતા મોબાઇલ ફોનમાં મશગુલ હતા. અને આવા જવાબો અધિકારીને ગળે પણ ઉતરી ગયા બાદ સાહેબને ભોજન કરાવી રવાના કરી રોજમદાર કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો….
