Gujarat

ક્લાઈમેટ ચેન્જની વિવિધ થીમ પર જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે પ્રિન્સીપાલ અમિતભાઈ પરમારની પ્રેરણાથી તા. ૧૭/૦૯/૨૦૨૨ થી તા. ૨૧/૦૯/૨૦૨૨ દરમ્યાન ક્લાઈમેટ ચેન્જને લગતી વિવિધ થીમ જેવી કે, Environment, Climate Change, Biodiversity, Waste Management, Climate Finance, Organic Farming, Roadmap for Energy Independence આધારિત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. તા. ૧૭/૦૯/૨૦૨૨ના રોજ સ્લોગન મેકીંગ કોમ્પીટીશન અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું. તા. ૧૯/૦૯/૨૦૨૨ના રોજ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને નાથવાના ઈનોવેટીવ આઈડીયાઝની સ્પર્ધા, તા. ૨૦/૦૯/૨૦૨૨ના રોજ ક્લાઈમેટ ચેન્જની વિવિધ થીમ આધારિત ગ્રુપ ડિસ્કશન સ્પર્ધા, તા. ૨૧/૦૯/૨૦૨૨ના રોજ ક્લાઈમેટ ચેન્જની વિવિધ થીમ આધારિત નિબંધ લેખન સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમની ભાગીદારી નોધાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. તમામ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિદ્યાર્થીને સરકારશ્રીના ક્લાઈમેટ ચેન્જ વિભાગ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન ઈનોવેશન ક્લબ, સર્જનાત્મક ધારા, જ્ઞાન ધારા અને સામુદાયિક સેવા ધારા હેઠળ કરવામાં આવ્યુ હતુ.

IMG-20220925-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *