નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ની સંસ્કારદીપ સ્કૂલ ખાતે નવરાત્રી ના પાવન અવસર નિમિત્તે માતૃ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ એ પોતાની માતાનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ, એન કે નાવડીયા, હિતેશ આણંદપુરા, નરેશ પુજારા નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખશ્રી સુરેશભાઈ , ભગવાનભાઈ પટેલ શરદભાઈ ગાભાણી ઉદ્યોગપતિ ચંદુભાઈ કોઠીયા, નિલેશભાઈ પટેલ સંસ્કારદીપ ના આચાર્ય તથા શિક્ષક ગણ, મોટી સંખ્યામાં માતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


