National

દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં યશસ્વી જયસ્વાલ પર શીસ્તભંગ બદલ મેદાનમાંથી બહાર કાઢ્યો

કોઈમ્બતૂર
દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્યા રહાણેએ ટીમના સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલ પર શીસ્તભંગ બદલ કડક પગલાં લેતા તેને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. સાઉથ ઝોન સામેની ફાઈનલમાં પાંચમાં દિવસની રમત દરમિયાન રહાણે જયસ્વાલ પર ભડક્યો હતો અને તેણે કડક વલણ અપનાવીને એક દ્રષ્ટાંત પુરું પાડ્યું હતું. ૨૦ વર્ષીય જયસ્વાલે અગાઉ બેટિંગમાં શાનદાર દેખાવ સાથે બેવડી સદી ફટકારી હતી. રવિવારે ફિલ્ડિંગ દરમિયાન જયસ્વાલ અને સાઉથ ઝોનના બેટ્‌સમેન રવિ તેજા વચ્ચે ચકમક ઝરી હતી. જયસ્વાલ દ્વારા તેનું સ્લેજિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ રવિ તેજાએ કરી હતી. ત્યારબાદ કેપ્ટન રહાણે જયસ્વાલને મેદાનમાંથી બહાર મોકલ્યો હતો અને તેના સ્થાને અન્ય કોઈ ફિલ્ડરને પણ બોલાવાયો નહીં અને ૧૦ ફિલ્ડર સાથે જ ફિલ્ડિંગ કરી હતી. જાે કે સાત આવર પત્યા બાદ જયસ્વાલને ફરી મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *