Gujarat

વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા ગામેગામ ફરી માતાજીની આરાધનામાં લીન બન્યા

વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી ભગવાન શંકરના સ્ત્રી વેશને ધારણ કરી માતાજીની આરાધનામાં લીન બનતા હોવાની માન્યતા છે.
આસો નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીની સ્થાપના કરી સૌ કોઈ માતાજીની આરાધના બનતા હોય છે ત્યારે વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના માઈ ભક્તો અનોખી રીતે માતાજીની આરાધના કરતા હોય છે લુણા ગામના આદિવાસી સમાજના માઈ ભક્તોએ જણાવ્યા અનુસાર ભગવાન શંકરને ગરબા રમવાની ઈચ્છા થતા તેઓએ સ્ત્રીવેશ ધારણ કરી ગરબા રમવા ગયા હતા અને પાર્વતી માતાજીએ આ કઈ માતા છે તે જોતા ભગવાન શંકર સ્ત્રીવેશ હોવાનું જણાઈ આવ્યું હતું. જે દિવસથી ભગવાન ભોળાનાથે વર્ષો સુધી પરંપરા ચાલી આવી છે. જેને વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા સ્ત્રીવેશ ધારણ કરી ગામેગામ ગરબા રમી માતાજીની આરાધના કરે છે.આજરોજ આદિવાસી સમાજના ઘેરૈયા સ્ત્રીવેશ ધારણ કરી ગામમાં જ ગરબા ખેલી માતાજીની આરાધના કરી હતી.

IMG-20220927-WA0184.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *