વંથલી આઈ.સી.ડી.એસ ઘટકના કુતિયાણા ઝાપાં પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર પર આજરોજ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે સપ્ટેમ્બર માસના છેલ્લા મંગળવારે કિશોરી દિનની પણ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિસ્તારના તમામ લાભાર્થીઓને બોલાવી THR પેકેટ ઉપર ચર્ચા કરી સગર્ભા મહિલાને ખાવા સુપરવાઇઝર ગૌરીબેન વેગડા દ્વારા સમજણ આપવામાં આવી હતી. બાદમાં બાળ હરીફાઈ યોજાઈ હતી તેમાં સૌથી તંદુરસ્ત બાળકોને એક થી ત્રણ નંબર આપી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓને સ્વચ્છતા વિશે સમજણ આપી તેઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરસ પોષણયુક્ત આહારની રંગોળી બનાવી ઉજવણીની પૂર્ણાહુતિ કરાઈ હતી.
રિપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


