ડીસા
ડીસા શહેરના મોચીવાસમાં રહેતો ૧૦ વર્ષીય કિશોર રાજપુર નજીકથી પસાર થતી બનાસ નદીમાં ન્હાવા માટે ગયા બાદ પાણીમાં ગરકાવ થઈ જતાં કરૂણ મોત નિપજયું હતું. આ અંગે પોલીસે લાશને ડીસા સિવિલ માં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. સાંજે રાજપુર વિસ્તારમાં પાંચ વર્ષનો કિશોર નદીમાં નાહવા જતા ડૂબી જવા ડૂબી ગયો હતો. ડીસા શહેરના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યોની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળના અંતે છેક રાત્રે કિશોરની લાશ મળી આવી હતી. કિશોર મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારનો અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો.


