International

હોટેલમાં તાનિયા ભાટિયાના રૂમમાંથી કિંમતી સામાનની થઈ ચોરી

લંડન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં પ્રવાસમાં ઈંગ્લેન્ડનો વન-ડેમાં ૩-૦થી વ્હાઈવોશ કર્યો હતો. ભારતીય ટીમની ખેલાડીઓ સોમવારે વતન પરત ફરી હતી. જાે કે ભારતની વિકેટકીપર બેટર તાનિયા ભાટિયા સાથે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. તાનિયાના હોટેલના રૂમમાં કેટલાક અજાણ્યા લોકો ઘૂસી ગયા હતા અને તેનો કિંમતી સામાન ચોરી કરી ગયા હતા. તાનિયાએ પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર વર્ણવી હતી. તાનિયાએ લખ્યું કે, મેરિયટ હોટેલ મેનેજમેન્ટથી હું પરેશાન અને નિરાશ છું. મારા રૂમમાં ચોરી થઈ છે. રોકડ, કાર્ડ, ઘડિયાળ અને ઘરેણા સાથેની મારી બેગ ચોરી થઈ ગઈ છે. આ મામલે હોટેલ મેનેજમેન્ટ વહેલી તકે કોઈ પગલાં ભરે તેવી અપેક્ષા છે. તાનિયાએ ઈંગ્લેન્ડ બોર્ડને પણ આ બાબતની નોંધ લેવા જણાવ્યું હતું.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *