માંગરોળ પાસે આવેલા કામનાથ ગણેશ મંદિર બહાર ખુલ્લા પટાંગણમાં ૮૯-માંગરોળ માળીયા હાટીના મત વિસ્તારના આમ આદમી પાર્ટીના માંગરોળ એકમ દ્વારા આ બેઠકના ઘોષીત થયેલા ઉમેદવાર પીયુષ પરમાર, શીલ ના તાલુકા પંચાયત સદસ્ય અને કેશોદ માંગરોળ બેઠકના આમ આદમી પાર્ટી ના સંભવિત ઉમેદવાર રામજી ચુડાસમા, માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમા, ઈસ્માઈલ કાલવાત તથા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ જાહેર કાર્યક્રમ માં આજુબાજુ ના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
સાંજે સાત કલાકે યોજાયલ આ કાર્યક્રમ માં આ મતવિસ્તારમાં આવતા માંગરોળ શહેર અને તાલુકાના ૧૭ ગામો ના આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને સુભેરછકો માટે યોજાયેલી બેઠકમાં આ સીટના ઉમેદવાર પીયુષ પરમારે કામનાથ પાસેના બેઠા પુલને નવો અને ઊંચો બનાવી આ વિસ્તારના લોકો ને ચોમાસામાં પડતી મુશ્કેલીને કાયમી દૂર કરવા ગેરંટી આપી આ વિસ્તારના લોકો પ્રત્યે કોંગ્રેસ ના ચુંટાયેલા ધારાસભ્ય બાબુભાઈ વાજા ્એ રાખેલ ઓરમાયા વર્તનની ટીકા કરી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા તરફથી પણ આ વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવા મા વ્હાલા દવલાની નિતી રાખતા હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટ ભાજપ ને સતા પરથી ઉખેડી ફેંકવા કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી તાલુકા પંચાયત ના સદસ્ય રામજી ચુડાસમાએ પણ કેજરીવાલ ને એક મોકો આપવા મતદારો ને અપીલ કરી હતી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળા એ પણ પોતાના વક્તવ્યમાં કેજરીવાલની લોકાભિમુખ રાજનીતિ ની ચર્ચા કરી તેમણે ગુજરાતની પ્રજાને આપેલ ગેરેટીઓ નો લાભ ઉઠાવવા લોકો ને આહવાન કરી કેજરીવાલે આપેલ ગેરેટીઓના ગેરેટી કાર્ડ દરેક મતદારો ના ધર ધર સુધી પહોંચવા કાર્યકરોને શીખ આપી હતી
ચાલુ કાર્યક્રમ માં લાઈટ ગુલ થઈ જતાં હાજર લોકોએ સ્વયંભૂ પોતાના મોબાઈલો ની ટોર્ચ ચલાવી કાર્યક્રમમાં અજવાસ ફેલાવી દઈ કાર્યક્રમ માં આવેલી અડચણ દૂર કરી હતી કાર્યક્રમ ના અંતે તમામ લોકો ભોજન લઈ છુટા પડ્યા હતા


