રિપોર્ટર મકસુદ કારીગર,ખેડા-કઠલાલખેડા જિલ્લાના રતનપુર ગામમાં ખેડા જિલ્લા જમિયતે ઉલેમાએ હિંદ અને રતનપુર મુસ્લિમ સમાજના સયુંક્ત સહયોગથી મુસ્લિમ સમાજમાં શિક્ષણનું મહત્વ અને સાથે સાથે સામાજીક આધ્યાત્મિક શૈક્ષણીક ક્ષેત્રે જાગ્રુતિ લાવવાના પ્રયાસ અંતરગત ચર્ચા કરવામાં આવી જેમાં ખેડા જિલ્લાના નામી અગ્રણીઓ જમિયતના હોદ્દેદારો અને વકીલ મિત્રો સાથે ગ્રામજનો હાજર રહ્યાં હતાં પ્રોગ્રામમાં અતિથિ વિશેષ પ્રોફેસર જનાબ નિસાર અહેમદ અંસારી તેમજ જનાબ. એમ.કે ગુજરાતી સાથે મધ્ય ગુજરાત મુસ્લીમ સેવા સમાજના પ્રમુખ જનાબ કરીમ ભાઈ મલેક સિનિયર એડવોકેટ જનાબ ફતેહખાન તેમજ નડીઆદથી વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર અને એડવોકેટ જનાબ માજીદ ખાન પઠાણ ની સાથે ઉલમાએ કીરામ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું ફૂલ હાર અર્પણ કરી અને સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાબાદ અલગ વક્તાઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું અને આવનાર સમયમાં જમિયતે ઉલેમાએ હિંદને ખેડા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ મજબૂત બનાવી સામજિક માળખું તૈયાર કરવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું. અને આવનાર સમયમાં ફોલઅપ મેળવી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે જેની વિસ્તૃત જાણકારી પણ આપવામા આવશે.બીજું કે મુસ્લિમ સમાજમાં જમિયત દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો કે આ કોઈ એક મસલકમાં માનવાવાળી જમાત નથી જમિયત રાષ્ટ્રવાદી મુસલમાનોની જમાત છે તેમાં શિયા સુન્ની વહાબી દેવબંદી બરેલવી એહલે હદીસથી લઈ દરેકમસલકમાં માનવાવાળા મુસલમાનોની જમાત છે. અને જમીની હકીકતથી વાકેફ થઈ સમાજ અને દેશના કલ્યાણ માટે કાર્યરત એક વાહિદ જમાત છે.ખરેખરમાં સમાજમાં વડીલોનું એક અનેરૂ મહત્વ હોય છે તે આપણે કયારેયના ભૂલવું જોઈએ વડીલો એ સમાજની સુંદરતા વધારે છે અને જે પરિવાર વડીલનું મહત્વ સમજે છે તે પરિવાર હંમેશા ખુશહાલ જીવન પસાર કરે છે બસ સમાજ અને સંસ્થાઓ માટે પણ તેમનાં માર્ગદર્શન મુજબ કાર્ય કરવામાં આવે તો નિશ્ચિત રૂપે પ્રગતિ કરી શકાય તેમ છે…….!!
|
ReplyForward
|
