સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો.. આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ આ વરસાદ હજુ પણ લોકોનો કેડો નથી છોડતો. આમ ગણો તો આ વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે વળી ખેલૈયાઓ તો વ્યંગમાં કહે છે કે રેઈનકોટ પહેરવો કે ખેલૈયાઓના નવરંગી ભાતીગળ વસ્ત્રો. જો કે માતાજીની સ્તુતિ કરવા માટે તો શુધ્ધ હ્રદય અને નિર્મળ મન હોય એટલે માતાજી તો ઘરે સ્તુતિ કરીએ તો પણ પ્રસન્ન થાય છે. આમ પણ નવરાત્રિની સાચી સમજણ અને માતાજીની આરતીનો શાસ્ત્રોક્ત સમય તો સંધ્યા કાળે હોય છે પરંતુ બદલતાં સમય અને કાળે લોકો રાતે નવરાશની પળોમાં માતાજીના ગરબા રમવા નીકળી પડે છે. સમય અને સંજોગો મુજબ પરિસ્થિતિ કેવી બદલાઈ છે તેનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. બદલતી જીવન વ્યવસ્થા અને ભાગદોડની જીંદગીએ જીવનના સઘળા આયામો બદલી નાખ્યા છે.
