Gujarat

ભુજના માધાપરમાં અચાનક ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ, લાખો રૂપિયાનું થયું નુકસાન

ભુજ
ભુજના જાેડિયા શહેર માધાપર નજીકના ધોરીમાર્ગ પર રાત્રે આગની ઘટના બની હતી. જેમાં કાર્ગો મોટર પાસેના રવેચી પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. વાલજી ધનજી ગગલની માલિકીની ટ્રક નંબર (જીજે-૧૨એડબ્લ્યુ-૬૭૩૬) માં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે, આ સમય દરમિયાન લાખોના કિંમતની ટ્રકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે અગની આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી. આગની ઘટના રાત્રિના બની હતી. બનાવની જાણ થતાં સુધારાઈ હસ્તકની ફાયર ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના મામદ જત, પ્રતીક ડી. મકવાણા, રમેશ ગાગલ, વાઘજી રબારી જાેડાયા હતા. ફાયર ટીમના પ્રયાસોથી ટ્રકમાં વધુ નુકસાન થતા અટક્યું હતું.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *