વાત છે છોટાઉદેપુર જિલ્લા ના ખડખડ ગામની કે જે ગામ માં 65 વર્ષીય હિંગળી બેન રાઠવા નામની વિધવા મહિલા રહેતી હતી તેની ચાર દીકરી ઑ ના લગ્ન કરવી દીધા હતા . અને એકલવાયું જીવન તે ગુજરાતી હતી . સંતાન માં તેને દીકરો ના હોય અને પતિ નું મરણ થતાં જે થોડી ગણી જમીન હતી તેમાં ખેતી કરી તે પોતાનું જીવન ગુજરાતી હતી . પણ તેના માટે એકલવાયું જીવન ગુજરવું મુસકેલ હતું . હિંગલી બેન પર તેનીજ ભત્રીજા વહુ રંગલી બેન રાઠવા એ આરોપ લગાડ્યો હતો કે તે ડાકણ છે . પાંચ માસ પહેલા રંગલી કે જેને એક દીકરી ને જન્મ આપ્યો હતો તેનું કોઈ કારણ સર મોત નીપજયું હતું પણ રંગલી રાઠવાના મન માં એક વાત ઘર કરી ગઈ હતી કે હિંગળી બેન રાઠવા એક ડાકણ છે અને તે તેની દીકરી ને ખાઈ ગાઈ છે . બસ આ વાત ને લઈ તે વામવાર તેના સાથે જગડા કરતી તેને ચેન થી રહેવા દેતી ના હતી . રંગલી ના ડર થી અલગ અલગ જગ્યા એ હિંગલી રાઠવા રહેતી પણ . તો બીજી બાજુ રંગલી તેને મોત ને ઘાટ ઉતારી દેવા માટે મોકો સોધતી હતી .
ગઈ કાલે સવાર ના 10 ની આસપાસ તે નજીક માં આવેલ હેન્ડ પંપ પર પાણી ભરવા ગઈ હતી . લોકો ની અવર જવર ન હતી નજીક માં સંતાયેલ રંગલી અચાનક હિંગળી રાઠવા પર પાળિયા વડે ઉપરા છાપરી વાર કરવા લાગી એક બે નહી માથા ના ભાગે છાતી ના ભાગે શરીર ના અન્ય ભાગે વાર કર્યા રંગલી પર એવો સેતાન સવાર થયો હતો કે તે શું કરી રહી છે તેનું તેને ભાન ના હતું તેના પાલિયા વડે હાથ પણ કાપી નાખ્યા હતા જીવલેણ એવાં તેને આઠ જેટલા વાર કરતાં હિંગલી રાઠવાનું કમકમાટી ભેર મોત ઘટના સ્થળ પરજ નીપજયું . લોકો ત્યાં પહોચે તે પહેલા હિંગણી રાઠવા નું પ્રાણ પંખેડુ ઊડી ગયું હતું .
પોતાની જ કાકી સાસુ હિંગલી રાઠવા ની હત્યારન બનેલી ભત્રીજા વહુ રંગલી રાઠવા કાકી સાસુ ને મોત ને ઘાટ ઉતારી ત્યાં થી ભાગી ગઇ હતી જોકે આ બાબતે પોલીસ ને જાણ કરાતા પોલીસ એક્શન માં આવી હતી અને ગણતરી ના કલાકો માજ હત્યારી રંગલી રાઠવા ને રાઉંડપ કરી કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે .
છોટાઉદેપુર જિલ્લો આમતો આદીવાસી બહુય્લ્ય ધરાવતો જિલ્લો છે અને આ વિસ્તાર માં અવાર નવાર અંધશ્રદ્ધા ને લઈ અવાર નવાર આવા બનાવો બન્તા રહેતા હોય છે . અને કેટલાય નિર્દોષ લોકો ના જીવ પણ ગયા છે કેટલાય લોકો ના ઘર ઉજડી ગયા છે . વારંવાર બનતા આવા બનાવો ને લઈ છોટા ઉદેપુર પ્રસાસન અને પોલીસ વિભાગ દ્રારા અવાર નવાર કાર્યકર્મો યોજી લોકોમાં અવેરનેશ આવે તેવા પ્રયાસો કરવા માં આવી રહ્યા હોવા છતા ધાતાકી બનાવો બન્તા એક ચિંતા નો વિષય છે
શિક્ષણ ક્ષેત્રે ભલે આ વિસ્તારો માં પ્રગતી થઈ હોય ભલે લોકો સાક્ષર થયા હોય પણ કેટલાક જુનવાણી વિચારોમાં માનતા અને રૂઢિચુસ્ત લોકોમાં અનધ્શ્ર્દ્ધા નું ભૂત નહીં નીકળે ત્યાં સુધી આવા બનાવો બન્તા જ રહેસે આ ઘટના જ એક ઉદાહરણ આપે છે કે અંધશ્ર્દ્ધા માં આજે એક નિર્દોષ વૃદ્ધ મહિલાનું મોત નીપજયું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

