સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના કરાર આધારિત એન્જિનિયરને હાલમાં શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારમાં નગરપાલિકાના રોડ રસ્તા અને અન્ય વિકાસ કામોમાં નબળા કામ સંબંધિત ફરિયાદ ઉચ્ચ સ્તરે કરેલ હોય આ સંદર્ભે તપાસ ચાલી રહી હોય આ તપાસને કોઈ આડઅસર ન પહોંચે તેને લક્ષમાં લઈને તાત્કાલિક અસરથી કરાર આધારિત એન્જિનિયર નિખિલ ધડુકને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આગામી સમયમાં કોઈ મોટા કડાકા ભડાકા થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
