Gujarat

માંગરોળ ના વિવિધ પૌરાણિક મંદિરો માં પ્રાચીન ગરબા ની રમઝટ સાથે માતાજી ના ભક્તિ ભાવ સાથે નવરાત્રી પર્વ ની ધામધૂમથી ઉજવણી માં ના ભક્તો દ્વારા થઈ રહી છે,, 

તેમજ હિન્દુ અન્ય સમાજો ની ગરબીઓ તેમજ પ્રાઇવેટ ગરબીઓ ખેલૈયાઓ દ્વારા ધામધૂમથી અર્વાચીન રાસો રમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે,,
ગુજરાતીઓ નુ પ્રિય પર્વ નવરાત્રી ની ગુજરાત ભરમા રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ મા વિવિધ પૌરાણિક માતાજીઓ મંદિરો જેમા રાજાશાહી વખત નુ ભવાની મંદિર, મહાલક્ષ્મી મંદિર, હીંગળાજ મંદિર, ચામુંડા માં નુ મંદિર, વાઘેશ્વરી મંદિર, મહાકાળી મંદિર, માત્રી માં મંદિર સહિત મંદિરોના પટાંગણ મા અનેક વર્ષોથી પ્રાચીન અર્વાચીન ગરબી નુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પરંપરાગત માતાજીના પ્રાચીન ગરબા ની  શરૂઆત કરી ધામધૂમ થી ઉજવણી કરવામા આવી રહી છે
દરરોજ માતાજી ની આરતી તેમજ ગાયકો ના મધુર સ્વર અને સંગીત ના તાલે ગાઈને બાળાઓ બહેનો અને ખેલૈયાઓ દ્વારા ગરબા ની રમઝટ સાથે  નવલાનોરતા ની ઉત્સાહ પુર્વક રાસ લેવામા આવી રહ્યા છે.ગરબી મંડળ ના આયોજકો દ્વારા ભક્તો તેમજ દાતાઓ ના સહયોગ થી તમામ બાળકોને નવરાત્રી દરમિયાન દરરોજ નાસ્તો તેમજ દશેરા ના દિવસે લાણીરુપે ભેટ પણ આપવામા આવતી હોયછે
કોરોના સંક્રમણ ના કારણે બે વર્ષ થી નવરાત્રી ની સાદાઈ થી આરાધના કરવામા આવી હતી ત્યારે આ વર્ષે મંદિરો તેમજ શેરી વિસ્તારો મા વિવિધ જ્ઞાતીઓ દ્વારા પ્રાઇવેટ ગરબા નુ આયોજન કરી ઉત્સાહ પુર્વક ધામધૂમ થી ઉજવણી કરવામા આવી રહીછે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221001_232710.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *