Gujarat

જેતપુરમાં સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ઓપન ગુજરાત રમઝટ-૨૦૨૨ તા.૧૦-૧૦-૨૦૨૨ ને સોમવારે જેતપુર માં ભવ્ય રસ મહોત્સવ યોજાશે

સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ઓપન ગુજરાત રમઝટ સમિતિ દ્વારા આ ત્રીજું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રમઝટ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના સંગીત નાટ્ય અકદમી ના પૂર્વ ડીરેકટર અને હદય હાસ્ય સમ્રાટ તેમજ સમસ્ત ખાંટ રાજપૂત સમાજના જ્ઞાતિ રત્ન એવા શ્રી ધીરુભાઈ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે.
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ સપ્તપદી ફાર્મ ખાતે આ મહોત્સવ સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ઓપન ગુજરાત રમઝટ સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં સમસ્ત ખાંટ રાજપૂત સમાજના વિવિધ જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી,સમાજના રાજકીય હોદેદારો,સમાજના ઉદ્યોગપતિ,સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સમાજના યુવાનો અને ખેલૈયાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમની જેહમત આયોજન સમિતિ ના અનિલભાઈ મકવાણા જેતપુર,જયેશભાઈ સરવૈયા જેતપુર, નીતિનભાઈ મકવાણા પેઢલા,જીજ્ઞેશભાઈ કંડોલીયા ડેડરવા, અલ્કેશભાઈ મૂળિયા જૂનાગઢ તેમજ દિલીપભાઈ સરવૈયા પેઢલા દ્વારા ઉપાડવામાં આવશે એવું આયોજન સમિતિ દ્વારા જણાવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *