Gujarat

આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં પ્રચાર પ્રસાર બાબતે છોટાઉદેપુર નાં હરવાંટ ખાતે બેઠક યોજાઇ .

આદિવાસી એકતા પરિષદ નુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ નજીક ના રેણદા રોડ હમીરપુરા પાસે યોજાનાર હોય, ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી -૨૩ માં યોજાનાર મહાસંમેલન માટે ખુબ ઓછો સમય રહ્યો હોય જેથી તેની તૈયારીઓ માટે પ્રચાર પ્રસાર અને આયોજન માટે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નાં હરવાંટ ગામે રાત્રી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરવાંટ થોડા દિવસો પહેલાં જ રેવન્યુ ગામ નો દરજ્જો મેળવેલ ગામ વરધી તથા બોપા સહિતના ગામોમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, છોટાઉદેપુર ખાતે થી ઉપસ્થિત રહેલ સામાજિક કાર્યકર્તા વાલસિંગભાઇ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, જિતેન્દ્ર રાઠવા,લલીતભાઇ રાઠવા તથા સંજયભાઈ રાઠવા દ્વારા આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હરવાંટ ગામ ના ચેતનભાઈ રાઠવા, રાજેશભાઈ રાઠવા, ઈશ્વરભાઈ માસ્તર વરધી ઉપરાંત કરશનભાઈ રાઠવા બોપા સહિત નાં સ્થાનિક કાર્યકરો દ્વારા બેઠક નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221013-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *