બેલ્લારી
કોંગ્રેસની ભારત જાેડો યાત્રાના આજે ૩૮ દિવસ પુરા થઇ ગયા છે અને ૧૦૦૦ કિલોમીટરની પદ યાત્રા પુરી થઇ છે.આ પ્રસંગ પર બેલ્લારીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું અને યાત્રાના અનુભવ શેર કર્યા હતાં આ સાથે જ તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતાં.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે વડાપ્રધાને કહ્યું હતું કે તે દર વર્ષ ૨ કરોડ યુવાનોને રોજગારી આપશે કયાં ગયા બે કરોડ રોજગાર.ઉલ્ટાનું કરોડો યુવાનોને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. યાત્રામાં મેંં અનેક યુવાનોને પુછયુ છેે કે શું તમને વિશ્વાસ છે કે કોલેજ બાદ તમને નોકરી મળી જશે. જવાબ મળતો હતો કે અમને વિશ્વાસ નથી અમને લાગતુ નથી કે અમને નોકરી મળશે રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં ૨.૫ લાખ સરકારી પદ ખાલી કેમ છે.જાે તમે પોલીસ સબ ઇસ્પેકટર બનવા માંગો છો તો તમે ૮૦ લાખ રૂપિયા આપી પાસ થઇ શકો છો પરંતુ તમારી પાસે પૈસા છે તો તમે કર્ણાટરમાં નોકરી ખરીદી શકો છે જાે તમારી પાસે પૈસા નથી તો તમે જીવનભર બેરોજગાર રહી શકો છો.તેમણે આગળ કહ્યું કે અમે ભાઇચારા માટે ચાલી રહ્યાં છીએ પરંતુ આ યાત્રામાં બે ચાર અન્ય પણ મુદ્દા છે કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અનેક યુવાનો મળ્યા,કર્ણાટક સરકારને ૪૦ ટકા કમીશનનું નામ આપ્યું જે પણ કામ કરવાનું છે ૪૦ ટકા કમીશન આપી કરાવી શકાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે અત્યાર સુધીની સૌથી વધુ કીમતોનો સામનો કરી રહ્યાં છો ભાર વધતા રહ્યાં છે અટકાતા નથી.વડાપ્રધાન પોતાના ભાષણોમાં કહેતા હતાં સિલેન્ડરની કીમત ૪૦૦ રૂપિયા છે.પોતાના દરેક ભાષણમાં બતાવતા હતાં કે કેવી રીતે અમારી માતા બેનો ૪૦૦ રૂપિયા સિલેન્ડરને કારણે પીડિત છે હવે તે સિલેન્ડરની કીંમત એક હજાર છે હવે વડાપ્રધાન કેમ બતાવે છે કે અમારી માતાઓ અને બહેનોને શું કરવું જાેઇએ તેમણે કહ્યું કે એક તરફ બેરોજગારી તો બીજી તરફ મોંધવારી છે મારી યાત્રા દરમિયાન કિસાનોથી મળ્યા અને તેમને તેમની સ્થિતિની બાબતે પુછયું કિસાન કોઇ મદદ વિના પૈસા કમાઇ શકે તેમ નથી અને કિસાનોની મદદ કરવાની જગ્યાએ પહેલીવાર ભારતના કિસાનોને જીએસટી આપવું પડશે કિસાનોનું કહેવુ છે કે તેમને એમએસપી મળી રહ્યું નથી આ સ્થિતિ દેશભરના કિસાનો સહન કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક દિવસોથી અમે ભારત જાેડો યાત્રા દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર જઇ રહ્યાં છીએ ૩૫૦૦ કિમીનું સફર છે.શરૂઆત કન્યાકુમારીથી કરી ત્યારબાદ કેરલ અને હવે કર્ણાટક આવ્યા છીએ શરૂઆતમાં અમે બધાએ વિચાર્યું હતું કે ૩,૫૦૦ કિમી ચાલવું સરળ વાત નથી જયારે અમે ચાલવાનું શરૂ કર્યું ત્યારે આ ખુબ સરળ લાગ્યું એવું લાગી રહ્યું હતું કે કોઇને કોઇ શક્તિ પાછળથી આ યાત્રાને આગળ ચલાવી રહી છે આ યાત્રા અમે કેમ શરૂ કરી,તેનો શું અર્થ છે,શું લક્ષ્ય છે અને જે અમને રોજ મદદ મળી રહી છે તે શું છે અને જે શક્તિ અમને કેમ દદ કરી રહી છે તે સવાલ ઉઠે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ યાત્રાને ભારત જાેડો યાત્રાનું નામ આપ્યું છે કારણ કે હજારો લોકોને લાગે છે કે ભાજપ આરએસએસની વિચારધારા દેશને તોડી રહી છે નબળી કરી રહી છે આ હિન્દુસ્તાન પર એક રીતનું આક્રમણ છે જયારે પણ યાત્રામાં થાક લાગે છે ત્યારે કોઇને કોઇ દોડતો આવે છે અને મદદ કરી ચાલ્યો જાય છે કયારેક નાનો બાળક કંઇ કહી દે છે કયારેક કોઇ વિકલાંગ વ્યક્તિ આવી કંઇ કહી દે છે કયારેક કોઇ વૃધ્ધ આવી કંઇ કહી દે છે તે શબ્દોથી મદદ મળી જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રામાં તમને નફરત જાેવા નહીં મળે યાત્રામાં તમને હિંસા જાેવા નહીં મળે ભીડમાં જયારે કોઇ પડી જાય છે ત્યારે કોઇને ઇજા થાય છે બધા તેની મદદ કરે છે તેમને એ પુછવામાં આવતું નથી કે કયાં ધર્મનો છે,કંઇ જાતિનો છે અમે એક મહીનાથી યાત્રામાં ચાલી રહ્યાં છીએ આ યાત્રામાં અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ જાતિના લોકો વૃધ્ધ બાળકો મહિલાઓ બધા એક થઇ ચાલી રહ્યાં છીએ દરમિયાન આજની યાત્રામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખડગે પણ સામેલ થયા હતાં. ભારત જાેડો યાત્રા હલકુંડી મઠથી શરૂ થઇ અને બેલ્લારી તરફ આગળ વધી રહી છે.


