Gujarat

ખેડા બજારમાં વૃદ્ધાની સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર

નડિયાદ
ખેડા જિલ્લામાં દિવસને દિવસે ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક ચેઈન સ્નેચિગનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ખેડા બજારમાં ખરીદી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટર સાયકલ ચાલકે ચેઈન સ્નેચિગ કરી ફરાર થયો છે. મહિલાએ ગળામા પહેરેલ એક તોલાની અડધા લાખની સોનાની ચેઈન તોડી ચિલઝડપ કરી મોટરસાયકલ છુ થયો છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોધાઈ જવા પામી છે. ખેડા શહેરમાં પરા દરવાજાની પાસે અંબા માતાના પોળમાં રહેતા ૩૬ વર્ષીય નિખિલકુમાર હસમુખલાલ જયસ્વાલ પોતે ટેક્સ પ્રેક્ટિસનો વ્યવસાય કરે છે. તેમની માતા સુશીલાબેન ૮મી ઓક્ટોબરના રોજ બપોરના સુમારે બજારમાં ખરીદી માટે ગયેલા અને પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે પરા દરવાજા વાળા રસ્તા પાસે પોળ નજીક ચાલતા જતા હતા. તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ સુશીલાબેનના ગળામાં પહેરેલ એકાદ તોલાની સોનાની ચેઇન કિંમત રૂપિયા ૫૦ હજાર ખેંચી તોડી ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. અને આ બાદ આ ચેઈન સ્નેચર નજીક આવેલા મોટર સાયકલ પર બેસી ફરાર થઈ ગયો હતો આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ આંખના પલકારામાં આ શખ્સ પલાયન થઈ ગયો હતો. સમગ્ર મામલે આજે નિખિલ કુમાર જયસ્વાલે આ બાબતે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *