Gujarat

સિદ્ધપુરના ધારાસભ્યે કોઇટાંથી સવજીપૂરા સુધી રૂ.૨.૩૦ કરોડનાં ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું

પાટણ
કોઇટાંથી સવજીપુરા(રબારીપુરા) સુધી પાકો ડામર રસ્તા માટે ગ્રામજનો ની માંગણીને ધ્યાનમાં રાખીને સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સરકાર માં રજુઆત કરી રૂપિયા ૨.૩૦ કરોડ નો જાેબ નંબર મેળવી આપવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો અને ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિમાં સાથે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. નવીન રોડ નાં ખાત મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોની વર્ષો જુની માગ જાગૃત ધારાસભ્ય તરીકે સંતોષવા બદલ ચંદનજી ઠાકોર નો આભાર વ્યક્ત કર્યો હતો. રોડનાં ખાતમુહૂર્ત પ્રસંગે સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રણજીતસિંહ ઠાકોર(કોઇટાં સરપંચ), સારજીજી ઠાકોર (પ્રમુખ તાલુકા કોંગ્રેસ ) ઠાકોર વદુજી જિલ્લા સદસ્ય, હારુનભાઈ (દેલિકેટ), વિષ્ણુજી(ડેલિકેટ)જયેશભાઈ(એસસી પ્રમુખ)સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *