Gujarat

કેશોદ જુના સ્વામિનારાયણ મંદિરે આજરોજ અન્નકૂટ ના દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

આપણે એક પરંપરા મુજબ જ્યારે જૂના સમયની અંદર અષાઢ મહિના પછી જ્યારે નવી ફસલ આવે ત્યારે ઇન્દ્ર ભગવાનને પ્રસાદ ધરી અને ખેડૂતો પોતાના ઘરની અંદર અનાજ લઈ આવતા અને ત્યાર પછી તેઓ તેમનો ઉપયોગ કરતા ત્યારબાદ ઘણા સમય પછી જ્યારે કૃષ્ણ અને રુક્ષ્મણી ના વિવાહ સમયે ગોકુળના લોકોએ 56 પ્રકારના ભોગ ધરીને લોકોને જમાડ્યા હતા અને ત્યારથી ગોકુળની આ પરંપરા દર વર્ષે બેસતા વર્ષના દિવસે હવેલીઓની અંદર અન્નકૂટ નો 56 ભોગ કૃષ્ણ ભગવાનને ધરવામાં આવે છે આજે પણ આ પરંપરા મુજબ ભક્તો દ્વારા જુદા જુદા મંદિરોમાં અને હવેલીઓમાં 56 ભોગ ભરવામાં આવે છે આ મુજબ આ વર્ષે ગ્રહણ હોવાથી અન્નકૂટની પ્રસાદી આજરોજ નોમના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે ધરવા માં આવેલ હતી. સૌ પ્રથમ મહા આરતી ગિરીશભાઇ ગોટેચા દ્રારા કરવા માં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં અને અને 56 ભોગ માટે સ્વામીનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઇ ગોકળદાસ ગોટેચ તેમજ રાધારમણ યુવક મંડળ નાં ઘનશ્યામ પટોડિઆ એ ભારે જહેમત ઊઠાવી હતી
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG_20221102_22223941.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *