Gujarat

ફોરેસ્ટર ના નિર્ભર તંત્રનો પર્દાફાશ કરતા જામકંડોરણા ના ગુજરાત મિરર ના પત્રકાર પ્રવીણ પટેલ..    

અજગર ના ડર થી ગામ આખું સુકા પાંદડા ની માફક ફફડતુ હતું
   ત્યારે
   જામકંડોરણા પંથક ના મસીહા બની ને આવ્યા જાંબાઝ પત્રકાર પ્રવિણભાઈ દોંગા
  આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ઉજડા ગામમાં 9 ફુટ નો અજગર આવી ચડતાં લોકો મા ભયનો માહોલ છવાયો હતો ત્યારે જામકંડોરણા પંથકની આન બાન શાન સમાન યુવા પત્રકાર પોતાની આગવી ઢબે ફોરેસ્ટ વિભાગ ના ફોનને ધણધણી નાખ્યા હતા જામકંડોરણા ના ઉજળા ગામે પ્રવિણભાઈ ની નજર સમક્ષ જામકંડોરણાનીફોરેસ્ટ ની ટીમ દ્વારા અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
    ગામડાઓમાં વન્યજીવ વધારે જોવા મળે છે. જે માણસો માટે મુશ્કેલી બની શકે તેમ છે. ત્યારે જામકંડોરણા ના ઉજડા ગામે ગત રાત્રે ઓચિંતા ચડી આવેલા અજગર જોવા આવતાં ગામના લોકો એ  દોંગા ને ટેલિફોનીક વાત કરી હતી અને પ્રવિણભાઈ એ તાત્કાલિક જામકંડોરણા ની ફોરેસ્ટ વિભાગ ટેલિફોનીક જાણ કરતાં જ ફોરેસ્ટ ની ટીમ તાત્કાલિક ઉજડા ગામે આવી હતી ત્યાં જઈને તપાસ કરતાં નવ ફૂટ અજગર મળી આવ્યો હતો હનીફભાઈ ઓડિયા સાથે પ્રવિણભાઈ એ ખંભે થી ખંભો મિલાવી ને પોતાની આગવી સુઝબુઝ થી  ઈન્ડિયન પાયથોન જાતીના નવ ફૂટ અજગર રેસ્ક્યુ કરી પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.  ગામમાં અજગર દેખાયો હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યાં લોકોએ 9 ફૂટ લાંબો અજગર જોતા આશ્ચર્યચકિત થયા હતા. જામકંડોરણા ફોરેસ્ટ ની ટીમ દ્રારા પકડાયેલા મહાકાય અજગર ને માનવ વસ્તી દુર જુનાગઢ ના જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો
આ અજગર ના દહેશત થી રાહત આપનાર પ્રવિણભાઈ નો ગામલોકો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જામકંડોરણા અને જામકંડોરણા તાલુકાના લોકોને આવનારી ચૂંટણીમાં આશાઓ બંધાણી આ ગુજરાત મિરર ના પત્રકાર પ્રવીણ પટેલ ઉપર  હવે જોવાનું રહ્યું તેલ અને તેલની ધાર..
અતુલ લશ્કરી

IMG_20221104_121707.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *