Entertainment

હવે ‘ગોલી’ બનતા કુશ શાહે પણ ‘તારક મહેતા’ને અલવિદા કહ્યું, અડધાથી વધુ કલાકારો બદલાયા

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોલીનો રોલ નિભાવનાર કુશ શાહે 16 વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું છે. થોડા મહિના પહેલાં કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. આ પહેલાં અનેક કલાકારોએ કોઈને કોઈ કારણોસર આ શોને અલવિદા કહી દીધું હતું. આવો જાણીએ કયા-કયા કલાકારોએ અત્યાર સુધી અલવિદા કહ્યું.

Sports

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન જવાને લઈને કોઈ મુદ્દો નથી, અમેરિકા અને ચિલી બોર્ડને નોટિસ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેની વાર્ષિક કોન્ફરન્સનું શ્રીલંકામાં આયોજન કર્યું હતું. ચાર દિવસીય આ કોન્ફરન્સમાં 108 ICC સભ્યોએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સહ-આયોજિત T20 વર્લ્ડ કપનું આયોજન ICC માટે નુકસાનકારક સોદો રહ્યો છે. ટુર્નામેન્ટ દરમિયાન બજેટ કરતા વધુ પૈસા ત્યાં ખર્ચવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ICCની […]

Sports

બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું, મંધાનાની ફિફ્ટી, રેણુકા-રાધાએ 3-3 વિકેટ લીધી

ભારતીય ટીમ મહિલા એશિયા કપની સેમીફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 55 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાનાએ 32 અને શોર્ના અખ્તરે અણનમ 19 રન બનાવ્યા હતા. અન્ય […]

National Sports

BCCI પાસે માગ – 8 રાઈટ ટુ મેચ કાર્ડ આપો, 4-6 ખેલાડીઓને રિટેઇન કરી શકાય

IPL ફ્રેન્ચાઈઝીઓએ BCCIને દર 5 વર્ષે મેગા ઓક્શન કરાવવાની માગ કરી છે. અત્યાર સુધી મેગા ઓક્શન દર 3 વર્ષે થાય છે. બોર્ડે બુધવારે મેગા ઓક્શન અંગે ફીડબેક સેશન યોજ્યું હતું. જેમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીના અધિકારીઓએ ભાગ લીધો હતો. ફ્રેન્ચાઇઝીએ 8 રાઇટ ટુ મેચ કાર્ડ અને 4 થી 6 રિટેઇન ખેલાડીઓને રિટેઇન રાખવાની માગ કરી હતી. […]

International

કમલાએ કહ્યું, હું એક-એક મત માટે સખત મહેનત કરીશ; ઓબામાએ ગઈકાલે સમર્થન આપ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ઉમેદવારી છોડ્યાના પાંચ દિવસ પછી, કમલા હેરિસે શુક્રવારે સત્તાવાર રીતે ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટ કરીને લખ્યું, ‘મેં રાષ્ટ્રપતિ પદ માટેના ફોર્મ પર સહી કરી છે. હું એક-એક મત મેળવવા માટે સખત મહેનત કરીશ અને આ વર્ષે નવેમ્બરમાં અમારી પાર્ટી જીતશે. આ પહેલા રવિવારે (21 જુલાઈ) […]

Gujarat

અમરેલીના ખાંભા શહેર અને ડેડાણમાંથી લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો, તપાસનો ધમધમાટ

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને અપાતું અનાજ લાભાર્થીઓ પાસેથી ખરીદી બારોબાર વેચી દેવાતું હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે. તેની વચ્ચે આજે અમરેલીના ખાંભા શહેર અને ડેડાણમાંથી તંત્ર દ્વારા ઘઉઁ અને ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો અને સીઝ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ખાંભા મામલતદારની ટીમને માહિતી મળતા ખાંભા શહેરમાં આવેલ આઈ.ટી.આઈ.કચેરીની […]

Gujarat

ડૉક્ટરોને આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ સબસિડી

દિનેશ જોષી રાજય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં એમ.ડી., એમ.એસ.ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા ન હોવાથી રાજય સરકાર ખાસ આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ઉભી કરવા માટે આદિવાસી સમાજના ડૉક્ટરને વિશેષ નાણાંકીય સહાય પેકેજ આપવાની યોજના તૈયાર કરી રહીં છે. આ મુદ્દે સૈદ્ધાંતિક નિર્ણય લઇ લેવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પ્રમાણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ […]

Gujarat

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીનાં નામ ચર્ચામાં, અત્યારસુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા

2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. બાદમાં 2018માં ગુજરાતના બીજા સિનિયર આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં. પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં હતાં. 2021માં ગુજરાતના જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા. આમ […]

Gujarat

AMCની 3 હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી; તાવ, વાઈરલ ઇન્ફેક્શન સહિતના કેસ; ચાંદીપુરાના કહેર વચ્ચે બાળદર્દી પણ વધ્યાં

અમદાવાદમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ, ઓરી, અછબડાં, ગાલ-પચોડિયા સહિતની બીમારીઓ વધી છે. ચોમાસાની શરૂઆતની સાથે લોકો હવે બીમાર પડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે. સરસપુરની શારદાબેન, મણિનગરની એલજી અને બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓની સ્થિતિ ચકાસી હતી. […]

Gujarat

વ્યસની દિયરના ત્રાસથી પરીણિતાએ 181 અભયમની મદદ લીધી, ઘર ખર્ચ બાબતે ખોટી કનડગતે ભાભી-દિયરના સંબંધમાં ખટાસ આવી

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ મહિલા અભયમને એક કોલ મળ્યો હતો. જેમાં પીડીત પરીણિતાએ પોતાના દિયરના ત્રાસથી ટીમની મદદ માંગી હતી. ઘર ખર્ચ બાબતે ખોટી કનગતે ભાભી-દિયરના સંબંધમાં દરાર આવી હતી. જોકે મહિલા અભયમની ટીમે સ્થળ પર પહોંચી આ ભાભી-દિયરના સંબંધમાં સુલેહ સ્થાપી છે. 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો હતો જેમાં પીડીત પરીણિતાએ જણાવેલ કે, તેમના […]