અમરેલીમાં કેરીયા રોડ પર જેટકો ઓફિસની બાજુમાં આવેલા ઝુપડપટ્ટીમાં સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ઝુપડપટ્ટીમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો […]
Author: Admin Admin
રાજુલાના દુકાનદારને 20 વર્ષની જેલ અને રૂ. 65 હજારનો દંડ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક ચકચારી ચુકાદો આવ્યો છે. રાજુલા ડિસ્ટ્રીક્ટ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકી સાથે અડપલા અને અપકૃત્યના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કુંભારીયા ગામમાં 2020માં બનેલી આ ઘટનામાં 4 વર્ષની બાળકી સાથે દુકાનદારે અડપલા અને અપકૃત્ય કર્યું હતું. આરોપી જયસુખ ધનજીભાઈ કડેવાળે બાળકીને લલચાવી દુકાનમાં બોલાવી હતી. […]
મટિયાણામાં 15 દિ’ પહેલા બનેલ સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
માણાવદર માણાવદર તાલુકાના મટીયાણા ગામે મટીયાણા થી બાલાગામ જતા માર્ગમાં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ સીસી રોડ હાથેથી કાંકરી અને રેતી ઉખેડીને રિયાલિટી ચેક કરાવી હતી. આ બાબતે તપાસ કરવામાં કરવામાં આવે તેવી ગ્રામજનો […]
તૂટેલા પાળાના રિપેરિંગ માટે અર્ધનગ્ન થઇ વિરોધ નોંધાવ્યો, 10 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી
ઘેડ પંથકમાં દર વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂર આવે છે, જેના કારણે ઘેડ વિસ્તારની નદીઓ ગાડીતૂર બને છે અને ખેડૂતોના ખેતર નજીક બનાવેલા પાળા તૂટે છે. જેના કારણે ખેડ વિસ્તારના ખેડૂતોની હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે. ગયા ચોમાસામાં તૂટેલા પાળા એક વર્ષ વીતી ગયા છતાં પણ તૂટેલી હાલતમાં જ રાખવામાં આવ્યા […]
વડતાલમાં શિક્ષાપત્રી જયંતિની ઉજવણી રવિસભા અને હોમાત્મક યજ્ઞ યોજાશે
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં આગામી 2 ફેબ્રુઆરીના રોજ રવિવારે 199 મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે 8થી 12 કલાક દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં 97મી રવિસભા અને શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસ કથાવાર્તા કરશે. આ દિવસે સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામીનો 253મો અને સદગુરુ નિષ્કુળાનંદસ્વામીનો 259મો પ્રાગટ્ય દિન […]
194મા સમાધિ મહોત્સવમાં મોરારીબાપુની છઠ્ઠી કથા, 12 દિવસ ચાલશે ભવ્ય ઉજવણી
નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં 1 ફેબ્રુઆરીથી 194મા સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 12 દિવસીય મહોત્સવમાં વિશેષ આકર્ષણ મોરારીબાપુની ‘માનસ યોગીરાજ’ શીર્ષક હેઠળની કથા રહેશે, જે તેમની નડિયાદમાં છઠ્ઠી અને સમગ્ર જીવનની 951મી રામકથા છે. મહોત્સવ દરમિયાન બ્રહ્મલીન સંત નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની […]
વિદ્યાર્થીઓએ ગણિત પ્રદર્શનમાં ભાગ લઈ વૈદિક ગણિત અને મેથેમેજીકની માહિતી મેળવી
ગુજરાત વિજ્ઞાન સંમેલન 2025 અંતર્ગત વડનગરની શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં વૈદિક ગણિત અને મેથેમેજીકનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કલ્પેશભાઇ અખાણીએ વિદ્યાર્થીઓને વૈદિક ગણિત અને મેથેમેજીકની વિવિધ પદ્ધતિઓથી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં વિજ્ઞાન શિક્ષિકા પુરીબેન ચૌધરીએ ગણિતના વિવિધ મોડેલ્સનું પ્રદર્શન કર્યું હતું. વિવેકાનંદ વિદ્યાલય ઉપરાંત સૈનિક શાળા અને […]
350થી વધુ વિદ્યાર્થીઓએ માનકો અને પર્યાવરણ વિષયક કાર્યક્રમમાં લીધો ભાગ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરો-અમદાવાદના સહયોગથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં માનકોનું મહત્વ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પાટણ જિલ્લાની બે શાળાઓના 44 વિદ્યાર્થીઓ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, સુરત અને દાદરા નગર હવેલીથી આવેલી શાળાઓના 310 વિદ્યાર્થીઓ […]
કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટનું મૌન પળાયું
પાટણ જિલ્લા સેવા સદન ખાતે 30મી જાન્યુઆરી, 2025ના રોજ શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સવારે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જે દરમિયાન સમગ્ર દેશની જેમ પાટણમાં પણ વાહન વ્યવહાર અને […]
પરમીટ વગરના વાહનો પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી
પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન (IAS) દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના ઉપયોગ માટે ખાસ પરમીટની જરૂર રહેશે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. સાથે જ સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7ની […]










