ધીરુભાઇ અંબાણીના જન્મદિને રિલાયન્સ ફાઉન્ડેશનનો નવતર કાર્યક્રમ વ્યક્તિના જીવન ઘડતરમાં સૌથી વધુ મહત્વનો સમયગાળો બાળપણનો છે અને આ સમયગાળાનો યોગ્ય ઉપયોગ કરીને બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની- કલા- ખુશી’ શિર્ષક તળે એક નવતર કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. બાળમાનસ પર પડેલી કોઈ પણ છાપ આજીવન રહેતી હોય […]
Author: JKJGS
ડુંગળી ૫૦ રૂપિયે કિલો, ટમેટા પણ પચાસ રૂપિયે, લસણના ભાવ સાંભળીને આંખના આંસુ આવી જાય તેવી પરિસ્થિતિમાં આ કડકડતી ઠંડી અને શિયાળાની ઋતુમાં આમ જનતા માટે રીંગણાનો ઓળો ખાવો એ એક સ્વપ્ન જેવું લાગે
એક તો શિયાળાની ઋતુ અને ઠંડીએ હવે જોર પકડયું છે ત્યારે આવા વાતાવરણમાં ઉંઘીયું ઓળાની મોજ માણવી એ ખરેખર જીવનનો લ્હાવો જ ગણાય. ઓળાની વાત થાય એટલે લસણ, ટામેટાં ડુંગળી અને કોથમીર વગેરેની આવશ્યકતા હોય. એવી વેળાએ લસણના ભાવ ૪૦૦ પ્રતિ કિલો ડુંગળી અને ટમેટા પણ ૫૦ને પાર જતાં લોકો પરેશાન.માર ગઈ હમેં યે મહેંગાઈ..!! […]
સા.કુંડલાના આંબરડી ગામમાં ઘૂસી આવ્યા ચાર સિંહો, ગામમાં આવેલ મેડિકલ સ્ટોર સામે ગાયનો શિકાર કર્યો
ઠંડી વધતા સિંહોની જાણે ભૂખ ખુલી હોય તેમ ગીર કાંઠાના વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે ત્યારે સા.કુંડલાના આંબરડી ગામે આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ચાર સિંહો જંગલ તરફથી આવી ગામની બજારમાં આરામ ફરમાવી રહેલ ગાયોના ટોળામાં ત્રાટક્યા હતા અને ગાયોમાં નાસભાગ મચી ગઈ હતી. એક ગાયને દબોચી લીધી હતી પરંતુ વાહન નીકળતા […]
“કલા ઉત્સવ” સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેન તારીખ ૨-૧૨-૨૪ ના રોજ “ગરવી ગુજરાત” થીમ આધારિત જીલ્લા કક્ષા કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાં એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની વિધાર્થીની બહેન પંડયા શ્રેયા ધર્મેશભાઈએ સમગ્ર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું અને પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે. આગામી […]
વડોદરામાં નવા સ્ટેડિયમમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન-઼ડે સિરિઝ
બરોડા ક્રિકેટ એસોસીયેશન દ્વારા તૈયાર કરાયેલા 42 એકરના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે સૌ પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ રમાશે,24મી બીજી ડે-નાઈટ અને 27મીએ ઓડીઆઇ રમાશે. વેસ્ટઇંડિઝ અને ભારત વચ્ચે શ્ર્રેણી રમાશે. બીસીએના ખજાનચી શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ,કોટંબી મોતીબાગ અને રિલાયન્સ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાડનારું કોટંબી ત્ર્રીજું મેદાન બનશે,બીસીએ દ્વારા આ અંગે ખાસ તૈયારી કરવામાં […]
વડોદરાના સાવલી અને ભાદરવા પોલીસની હદમાંથી ઝડપાયેલા દારૂની બોટલો ઉપર રોલર ફેરવાયું
જિલ્લાના સાવલી અને ભાદરવા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ વિદેશી દારૂની 9488 નંગ બોટલો રૂપિયા 55,85,243ની કિંમતનો મુદ્દામાલ સક્ષમ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીને જોવા આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા હતા. સાવલી તાલુકામાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં વિદેશી દારૂની હેરફેર કરનાર તત્વોને ઝડપી પાડવામાં […]
વિરમગામની 9 લાખની ચોરીમાં 2 આરોપી મુદામાલ સહિત પકડાયા
વિરમગામ તાલુકા સેવાસદન ખાતે 10 ડિસેમ્બરે ગાડીમાંથી નવ લાખ રોકડાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા 2 આરોપીઓને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી ચોરીમાં ગયેલા 9 લાખ સહિત ગુનામાં વપરાયેલું બાઈક રિકવર કરી કાયદેસર કાર્યવાહી ક રાઈ છે. વિરમગામમાં ભેમાભાઈ ભીખાભાઈ ભરવાડ (રહે. વરખડિયા,તા.કડી) તેમના ભત્રીજા ની ઇક્કો ગાડીમાં 10 ડિસેમ્બર બપોરે […]
8થી 10 કિમીની ગતિએ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો
છેલ્લાં 3 દિવસથી અમદાવાદમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો શરૂ થયાં છે, જેને કારણે શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો, પરંતુ, શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. જેની અસરોથી શહેરના તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં લોકોઅ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો હતો. આ સાથે આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન […]
નવેમ્બરમાં 12,192 કરોડની આવક, ગયા વર્ષની સરખામણીએ 12%નો વધારો
સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે. જે નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની આવક થઇ હતી, આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો થયો છે. જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ડોમેસ્ટિક રેવન્યુ અંતર્ગત નવેમ્બર 2024માં થયેલી આવક જોવા […]
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે સામાન્ય બંધારણમાં કાયદાકીય વિકલ્પો આપવામાં આવ્યા છે
તાજેતરમાં જ બેંગલુરુના એક એન્જિનિયરે પત્નીથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી. દરમિયાન, ચર્ચા શરૂ થઈ છે કે શું પુરુષો માટે કોઈ વિકલ્પ છે કારણ કે મહિલાઓ માટે માનસિક અથવા શારીરિક નુકસાન માટે કાયદો છે? સમાજના સામાન્ય બંધારણમાં, આજે પણ પુરુષો પ્રત્યે ક્રૂરતાના બહુ ઓછા ઉદાહરણો છે, આ ફક્ત અપવાદ તરીકે જાેવામાં આવે છે. આવી […]










