બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગતમોડી રાત્રે દાંતા અને હડાદ માર્ગ પર […]
Author: JKJGS
સુરત પાલિકા સંચાલિત 20માં આધાર કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને 1 મિનિટમાં આધાર નોંધણી કરી શકાશે
સુરતીઓને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે પાલિકાએ આજે 20માં આધારકાર્ડ કેન્દ્રનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતીઓને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં કુલ 20 કેન્દ્ર શરૂ થયા સુરત સહિત દેશમાં છેલ્લા 10 વર્ષથી લોકોના […]
લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ પાસે સાંકડા રસ્તે બાઈકને ટક્કર મારી એસટી બસ બીજી બસ સાથે અથડાઈ ત્રિપલ અકસ્માત : 11ને ઈજા
લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ પાસે સાંકડા રસ્તે બાઈકને ટક્કર મારી એસટીની બે બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક સહિત બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. બન્ને બસમાં 79 મુસાફરો સવાર હતા. ઘાયલોને લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યા હતા. લીંબડી શહેર નજીકથી પસાર થતા 6 લાઈન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ […]
20 જેટલા ખેતરોમાં જીરુ, એરંડા, વરિયાળીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત
ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાયા હતા. આમ કેનાલ ઓવરફોલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. આમ તંત્રની બેદરકારીને કારણે છલકાઈ ખેતરમાં વાવેલુ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાની થવાની ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ધ્રાંગધ્રા તાલુકામાં શિયાળુ પાકનું […]
શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની ઉજવણી
યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા વેદાશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી 108 મહામંડલેશ્વર બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદપાઠીજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિભાગે પાઠક શેરી વિસ્તારમાં વેદાશ્રમની સ્થાપના કરાઇ હતી. જે બાદ વેદાશ્રમ સંકુલમાં શ્રીસિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાઇ હતી. ગુરુવારે મહાવદ પાંચમની તિથિએ સિદ્ધેશ્વર […]
ખંભાળિયા તા.પં.ના પૂર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં અનોખી પહેલ કરાઈ
ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહીર સમાજના અગ્રણી બજાણા ગામના રહીશ જીવાભાઇ કનારાના તેમના પુત્રના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં રાત્રે ડાંડિયારાસના કાર્યક્રમમાં જે રકમ એકત્ર થાય તે બજાણા ગામની દરેક સમાજની દીકરીઓ જે આર્થિક રીતે સધ્ધર ન હોય અને અભ્યાસ છોડી દે તેવું ન થાય તેના માટે શિક્ષણ પાછળ […]
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જિલ્લામાં ધો. 10ના 8507, ધો. 12ના કુલ 4,848 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં અંગે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને અહીંની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ પરીક્ષાના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 11 થી 26 માર્ચ દરમ્યાન […]
ગોંડલ અક્ષર મંદિરે BAPS સંસ્થાના નવયુવાન 150 સંતોની પધરામણી; હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું
શ્રી અક્ષર મંદિર ગોંડલમાં બી.એ.પી.એસ. સંસ્થાના નવયુવાન 150 સંતો દર્શને પધારતા સમગ્ર પરિસર ભગવા રંગે રંગાઈ ગયું. સ્થાનિક વડીલ પૂ.સંતોએ તમામને હાર તોરા કરી સત્કાર્યા હતા મહેમાન પૂ.સંતોની સમૂહ સ્મૃતિછબી સૌના માટે અવિસ્મરણીય બની હતી. બ્ર.સ્વ.પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત પ્ર.બ્ર.સ્વ. મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલીત સારંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો પધાર્યા છે. […]
મુખ્યમંત્રી આજે હાજરી આપશે, અન્ય જિલ્લામાંથી પોલીસકર્મીઓને બોલાવાયા
જામનગર સહિત આખા ભારત તેમજ વિશ્વમાં ઉત્તેજના જગાવનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં જ્યારે દેશ-વિદેશથી ઉચ્ચ કંપનીઓના માલિકો અને સીઈઓ પધારી રહ્યા છે. બીજી બાજુ અનેક દેશ-વિદેશના રાજનેતાઓ પણ આવી રહ્યા છે ત્યારે જામનગર પોલીસે બંદોબસ્ત જાળવવા માટે અન્ય જિલ્લાઓમાં પોલીસનો કાફલો અને અધિકારીઓ બોલાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમને […]
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત એ મોરારજી દેસાઈ મંડપમનું નામાભિધાન કર્યું
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન મોરારજી દેસાઈની 129મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રત એ વિમોચન કર્યું હતું. ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી […]