૧૩૭- છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તેમજ જેતપુરપાવી તાલુકામાં સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમા સી.સી.રોડ ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર કરાયા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારમાં સી.સી.રોડ મંજુર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારના આવતા વિવિધ […]
Author: JKJGS
છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની એસબીસીસી ટીમ અને છોટાઉદેપુર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હાજર રહેલ હતા. જેમાં આરોગ્ય વિષયક સેવાઓ વધારે વ્યાપક અને સુદ્રઢ બને તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. જે માર્ગદર્શન અત્રેના જિલ્લા માટે […]
એમ્બ્યુલન્સ ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થા સાથે કુલ કિંમત રૂપીયા ૩,૯૯,૭૦૦ /- ના પ્રોહી મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી રંગપુર
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ.ડામોર પો.ઈન્સ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો […]
દહેજ જીઆઇડીસીની બેસ્ટ વેલ્યુ કંપની દ્વારા વરસાદી કાસ મા પાણી નો નિકાલ ના કરવા માટે કડોદરા ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી
ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં ઘણા ઉધોગો કાર્યરત છે. આ ઔદ્યોગિક વસાહતોમાં આવેલ ઘણી કેમિકલ કંપનીઓ દ્વારા કંપનીમાં ઉત્પન્ન થતું કેમિકલ યુક્ત વેસ્ટ પાણી જાહેરમાં છોડાતું હોવાનું હવે જાણે સામાન્ય બન્યું છે,ત્યારે દહેજ જીઆઇડીસીની બેસ્ટ વેલ્યુ નામની કંપની દ્વારા જાહેરમાં વરસાદી કાંસમાં પાણી છોડવાનું ચાલુ રહેતા એક જાગૃત નાગરીકે […]
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભામાં અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ વિવિધ માર્ગોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું
છોટાઉદેપુર લોકસભામાં આવતી સંખેડા વિધાનસભાના અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ વિવિધ માર્ગોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવીને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધોલપુર – ફાજલપુર – આંબાપુરા રોડ, લઢોદ – ધોલપુર રોડ, લઢોદ જોગીપુરા રોડ, ગણેશવડ લઢોદ રોડ, મગનપુરા સણીયાદ્રી રોડ તથા ખોસ વસાહત ધનપુર રોડ નવીન બનતા લોકોમાં ખુશી જોવા […]
માંગરોળ પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઈન ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી..
ગરબા હરીફાઈમાં નાની મોટી બાળાઓએ રાસગરબાની રમઝટ બોલાવી માંગરોળ શહેરમાં છેલ્લા 36 વર્ષથી પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઈન ગરબીમા સંપુર્ણ પ્રાચીન પરંપરાગત રાસગરબા સાથે દરરોજ અલગ-અલગ તલવાર રાસ, લાઠી રાસ, ગોળા રાસ, મણિયારો રાસ જેવા કાર્યક્રમો યોજી માં અંબાના મહાપર્વ નવરાત્રી ની ઉજવણી કરાઈ હતી ત્યારે આજે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી અંતર્ગત જય […]
લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત
ધારાસભ્ય કસવાલા દ્વારા રાજયના કૃષી મંત્રીને કરાઈ લેખીત અને મૌખીક રજુઆત શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની માંગણી કરતા શ્રી મહેશ કસવાલા આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : શ્રી કસવાલા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ […]
સાવરકુંડલા બ્રહ્મ સેનાનો ભવ્ય શરદોત્સવ એક અનોખો સંગમ
સાવરકુંડલા બ્રહ્મ સમાજ પરિવાર પ્રેરિત બ્રહ્મસેના આયોજિત શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરી હતી. આ ઉત્સવમાં શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ અને શરદપૂર્ણિમા ઉત્સવની ઉજવણી સાથે, સાવરકુંડલા ખાતે આવેલ બ્રહ્મપુરી ઉપરનો વિભાગ નિર્માણના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૫ થી ૧૫ વર્ષના તમામ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ તરીકે, ભારતના રતન રતન ટાટાને […]
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થું આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી
તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કરેલ છે. આ સાથે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે. જે સંદર્ભે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. સદર માંગને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ […]
ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં બાળકોને સ્ટીલ ડીશનું વિતરણ આપવામાં આવ્યું
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં સ્વ. ભાનુબેન રમણભાઈ પટેલની સ્મૃતિમાં એમનાં પરિવાર તરફથી શાળાનાં તમામ બાળકોને સ્ટીલની ભોજન ડીશ આપવામાં આવી હતી. શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલે બાળકો વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.










