Gujarat

અમદાવાદ મનપા. તંત્ર થયું એલર્ટ!!

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો!! છેલ્લા ૧ મહિનામાં ડેન્ગ્યુના ૧ હજાર જેટલા કેસ નોંધાયા હાલ ચોમાસાની વરસાડી સીઝન ચાલી રહી છે ત્યારે અચાનક તાવ, ઉધરસ લોકો માટે ખૂબ જ ચિંતાનું કારણ બની રહ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના ૧ હજારથી વધુ કેસ નોંધાયા છે.ઓગસ્ટમાં અસારવા સિવિલમાં ડેન્ગ્યુના ૪૫, સોલા સિવિલમાં […]

Gujarat

જામનગરના સેતાવાડમાં બાળકોને રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડામાં એક આધેડનું મોત, પોલીસે તપાસ શરુ કરી

શહેરના સેતાવાડ વિસ્તારમાં એક સામાન્ય મુદ્દા પર એક વ્યક્તિની મોત થઇ હોય તેવી ઘટના બની હતી જેમાં, બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યા માં પલટાયો છે. નાના બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડવા બાબતે સમજાવવા ગયેલા ઈબ્રાહીમભાઈ સીદીકભાઈ ચાકીને […]

Gujarat

પંચમહાલના મોરવા હડફ તાલુકાના નાગણોદ ગામમાં છેલ્લા ૨-૩ દિવસથી દીપડો જાેવા મળતા લોકોમાં ફફડાટ

જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાગણોદ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નાગલોદ ગામના પગી ફળિયામાં રહેતા લાલાભાઈ પગીના ઘરની છત પર સમી સાંજે અચાનક એક દીપડો આવીને આરામથી બેસી ગયો હતો. વનસ્પતિ અને જંગલ વિસ્તારની આસપાસ વસતા આ દીપડાને અચાનક વસ્તી વચ્ચે ઘરની છત પર બિન્દાસ્ત બેઠેલો જાેઈને સ્થાનિક […]

Gujarat

શેરબજારમાં ૫ % વળતરની લાલચ આપી સુરતમાં યુવાન સાથે રૂ. ૧૩.૧૦ લાખની સાયબર ઠગાઈ

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા એક એન્જિનિયર યુવાન સાથે સાયબર ઠગાઈની ઘટના બનવા પામી હતી છે જેમાં, સાયબર ઠગો દ્વારા એક એન્જિનિયર યુવાનનો સંપર્ક કરી તેને શેરબજારમાં રોકાણ કરવાની સ્કીમો બતાવી હતી. ઠગોએ યુવકને વિશ્વાસમાં લીધો હતો કે જાે તે શેરબજારમાં નાણાં રોકશે તો તેને દર મહિને ૫ ટકા સુધીનો ચોક્કસ નફો (વળતર) મળશે જ તેવી […]

Gujarat

મુખ્યમંત્રીશ્રીએ ‘મન કી બાત‘ના ૧૩૭મા એપિસોડનું પોતાના મતક્ષેત્રના નાગરિકો અને બૂથના કાર્યકર્તાઓ સાથે કર્યું સામૂહિક શ્રવણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડ ખાતે બૂથના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત‘નું શ્રવણ કર્યું ‘મન કી બાત’ એટલે પ્રેરણા, ઊર્જા અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ”સકારાત્મક વિચારો અને જનસહભાગિતા વધારવાનો પ્રેરક સંદેશ આપતો કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘*ના ૧૩૭મા એપિસોડનું સમગ્ર દેશ અને રાજ્યભરમાં સામૂહિક […]

Gujarat

વ્યાજના ત્રાસથી યુવાનનો આપઘાત બાદ મોરબી પોલીસે બે વ્યક્તિઓની કરી ધરપકડ

મોરબીમાંથી એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી જેમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા એક યુવાને રક્ષાબંધનના દિવસે જીવન ટૂંકાવ્યુ હતું. મૃતકની ઓળખ અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ જાડેજા તરીકે થઈ છે. તેઓ ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળતા હતા. ઘટનાને લઈને પરિવારજનોએ વ્યાજના પૈસાની ઉઘરાણી અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે. અમૃતસિંહ જાડેજા ચરાડવા […]

Gujarat

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં જુનાગઢ કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે ૧૦ હજારનો દંડ ફટકાર્યો

આ કેસમાં જુનાગઢ એડિશનલ સેશન્સ કોર્ટે ૪ વર્ષમાં ૧૪ સાક્ષી અને ૪૬ જેટલા પુરાવાઓને તબક્કાવાર તપાસ કરાઈ જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સુખનાથ ચોકના તાર બંગલા પાછળ રહેતા એક ઈસમે વર્ષ ૨૦૨૨માં એક સગીરાને રાત્રિના ત્રણ વાગ્યાના સમયે ઘરમાંથી અપહરણ કરી જઈને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. આ ઘટના બાદ સગીરાની […]

Gujarat

વડોદરાના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા; અનેક વસ્તુઓના સેમ્પલ લેવાયા

શહેરના શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તહેવારોની સીઝન ને ધ્યાનમાં રાખીને દરોડા પાડ્યા હતા જેમાં તંત્ર દ્વારા દરોડા દરમિયાન શિવશક્તિ ડેરીમાંથી પનીર સહિત વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં લુસ પનીર, પેંડા, મઠો સહિતની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ સેમ્પલને હવે તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં […]

National

‘ખેલેગા ભારત, જીતેગા ભારત’ની થીમ હેઠળ જેલ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬’ની ભવ્ય ઉજવણી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નેશનવાઈડ સેલિબ્રેશન ઓફ નેશનલ સ્પોર્ટ્સ ડે ૨૦૨૬ અંતર્ગત તા. ૨૮ થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન “ખેલેગા ભારત, જીતેગા ભારત’, થીમ હેઠળ વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA), અમદાવાદ ખાતે ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં જેલ […]

Entertainment

મિર્ઝાપુર: ફિલ્મને ૪ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થાય તે પહેલાં CBFC તરફથી છ સર્ટિફિકેટ મળ્યું

આ ફિલ્મ લોકપ્રિય OTT ફ્રેન્ચાઇઝીને મોટા પડદા પર લાવવા માટે તૈયાર છે. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં, ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘છ‘ પ્રમાણપત્ર મળ્યું છે. આ સાથે, ફિલ્મનો રનટાઇમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, શીબા […]