નેપાળ-તિબેટમાં પૂરથી મૃત્યુઆંક ૪૪૯ પહોંચ્યો, લગભગ ૧૫૦૦ લોકો હજુ પણ ગુમ શુક્રવારે ચીનના સિચુઆનમાં ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે નેપાળમાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી. નેપાળ પોલીસે જણાવ્યું હતું કે ઉપરથી આવતા પાણીના ભારે પ્રવાહને કારણે નદીના પાણીનું સ્તર વધવાની ધમકી મળી હોવાથી નેપાળના ત્રિશુલી વિસ્તારને ફરીથી ખાલી કરાવવામાં આવી રહ્યો છે. […]
Author: JKJGS
તિબેટમાં ડેમ તૂટ્યા બાદ નેપાળે પૂરની ચેતવણી જારી કરી, અધિકારીઓને સુરક્ષિત સ્થળોએ ખસી જવા તાકીદ કરી
શુક્રવારે નેપાળ સત્તાવાળાઓએ પૂરની ચેતવણી જારી કરી હતી કારણ કે સરહદની તિબેટ બાજુએ ઉપરના ભાગમાં એક અવરોધક તળાવ તેના કાંઠા તૂટી ગયું છે. નેપાળ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તિબેટ બાજુએ ફરી એક પાણીનો બંધ ફાટી ગયો હોવાની માહિતી મળી છે. બચાવ અને રાહત કામગીરીમાં તૈનાત તમામ સુરક્ષા કર્મચારીઓ, બચાવ કાર્યકરો અને સામાન્ય લોકોને […]
દેત્રોજમાં ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સભા યોજાઈ
દેત્રોજ ખાતે તાલુકા ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભા ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં દેત્રોજ એપીએમસી અને ખરીદ-વેચાણ સંઘના ચેરમેન યોગેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતો સાથે વિવિધ મુદ્દે સંવાદ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય હાર્દિક પટેલે સભામાં ખેડૂતોની સમસ્યાઓ, જરૂરી સુવિધાઓ અને ખેતી ક્ષેત્રે વિકાસ અંગે ચર્ચા […]
અમદાવાદના સાયકલિસ્ટ નયન જૈને રચ્યો ઇતિહાસ
અમદાવાદના 44 વર્ષીય જાણીતા બિઝનેસમેન અને સાયકલિસ્ટ નયન જૈને અલ્ટ્રા-સાયકલિંગ ક્ષેત્રે ‘માઉન્ટ એવરેસ્ટ’ સમાન ગણાતી ‘NorthCape4000’ (નોર્થ કેપ 4000) ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. 25 જુલાઈ 2026ના રોજ ઇટલીથી શરૂ કરીને નાર્વેના નોર્થ કેપ સુધીની 4,012 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા તેમણે નિર્ધારિત સમયમાં માત્ર ૧૯ દિવસમાં પૂરી કરી છે. આ સાથે […]
નારોલમાં ₹50 કરોડનો પ્રોજેક્ટ માત્ર ₹6.25 કરોડમાં પચાવી પાડ્યો
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી 7 હજાર વાર જમીન અને તેના પર નિર્માણ પામેલા ‘હાઇફાઇ-25’ પ્રોજેક્ટને સુનિયોજિત ષડયંત્ર રચીને કવડી મોલે પચાવી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બજારમાં આશરે ₹50 કરોડ અને જંત્રી મુજબ ₹35થી ₹40 કરોડની કિંમત ધરાવતી આ મિલકતને મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકના પૂર્વ CEO અને CFM એસેટ રિકવરી […]
રક્ષાબંધન-જન્માષ્ટમીમાં 6,500 વધારાની ST બસો દોડાવાશે
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુસાફરો અને બહેનોને મુસાફરીમાં સરળતા રહે તે માટે GSRTC દ્વારા 9,500 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષાબંધન નિમિત્તે 26થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 અને જન્માષ્ટમી નિમિત્તે 3,000 વધારાની ST બસો ચલાવવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે નિગમની મોબાઈલ એપ પર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 88,626 ટિકિટોનું […]
લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ આરોપીની દિલ્લીથી ધરપકડ
ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં ડુપ્લિકેટ વિદેશી દારૂના કારણે સર્જાયેલા અને 13 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 21 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સઘન તપાસ ચલાવી રહેલી એસએમસીની ટીમે દિલ્હી પોલીસના સંયુક્ત સહયોગથી દિલ્હીથી ઝેરી મિથેનોલનો […]
હાલોલના કણજરીમાં પ્રાથમિક આરોગ્ય મંદિરનું નિર્માણ
પંચમહાલના હાલોલ તાલુકાના કણજરી ખાતે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવાના હેતુથી આ મંદિરનું નિર્માણ કરાયું છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ પ્રસંગે વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના […]
ઘોઘાના થળસરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 2 ઝડપાયા
ઘોઘા પોલીસે થળસર ગામ તલાવડી વિસ્તાર લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો પૈકી 2 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેમની પાસેથી રૂ.3700 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. તીનપત્તી રમતા 2 રંગેહાથ ઝડપાયા, એક ફરાર ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે […]
બોપલ લોકદરબારમાં પાણી-ગટરના પ્રશ્ને અમિત શાહે આપી ખાતરી, AMCનું આયોજન ટૂંકું પડ્યાનું સ્વીકાર્યું
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા બોપલ, ઘુમા અને આંબલી વિસ્તારના સ્થાનિક નાગરિકો તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે એક વિશેષ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. થલતેજ, બોપલ અને ઘુમા સહિતના પંથકોમાંથી આવેલા નાગરિકોએ રોડ-રસ્તા, પીવાનું પાણી અને ગટર બેક મારવાની ગંભીર સમસ્યાઓ અંગે ગૃહમંત્રી […]









