મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનોનો 19 કલાક પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી. ગઈકાલે બપોરે રેલવે બ્રિજ પરથી નદીમાં પડતું મૂક્યા બાદથી SDRF અને ફાયર વિભાગની ટીમો દ્વારા તેમની શોધખોળ ચાલુ છે. પરિવારજનો ચિંતિત છે. આ ઘટના ગઈકાલે બપોરે આશરે 2:45 વાગ્યે મોરબીના પાડાપુલ નજીક આવેલા રેલવે બ્રિજ પર બની હતી. બે યુવાનોએ મચ્છુ […]
Author: JKJGS
ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ઊંઝા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને પગલે મોસમમાં આવેલા આ પલટાને કારણે વહેલી સવારથી જ ઊંઝા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આ અણધાર્યા […]
જેસલમેરથી સાબરમતી જતી ટ્રેનમાં પરિવાર સુઈ ગયો ને તસ્કરોએ તરખાટ મચાવ્યો
કલોલનો પરિવાર જેસલમેરથી સાબરમતી ટ્રેનમાં બેસી પોતાના ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન પરિવારના સભ્યોએ ચાર મોબાઈલ એક બેગમાં મુક્યા હતાં.આ દરમિયાન પરિવારના સભ્યો સુઈ ગયા હતા એ સમયે આ તકનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ બેગ ચોરી કરી ફરાર થયા હતા.સમગ્ર ઘટના અંગે મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચાર મોબાઈલ અને બેગ ચોરી અંગે ફરિયાદ નોંધાવી […]
ઘર માલિકે 34.50 લાખની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી, પકડાયેલા આરોપી પાસેથી 1.70 લાખનો જ મુદ્દામાલ મળ્યો
ગાંધીનગરમાં દિવાળીને રાતે પીંડારડામાં બંધ મકાનમાં ત્રાટકી ત્રણ કલાકમાં રૂ.23.94 લાખના દાગીના, 10 લાખ રોકડા સહિત કુલ રૂ.34.50 લાખની ઘરફોડ ચોરી થયાનો ઘર માલિકે દાવો કરીને ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો પણ દાખલ કરી નાખ્યો હતો. જોકે આ ચોરી મામલે પોલીસે રીઢા ઘરફોડીયાને ઝડપી પાડતા વાસ્તવમાં તેણે કુલ રૂ.1.77 લાખની મત્તાની જ ચોરી કરી હોવાનું […]
વનકર્મીએ કાર રોકી મોબાઈલ તપાસતા ઘટસ્ફોટ; સિંહ પાછળ કાર દોડાવી, પથ્થર માર્યા અને સિંહ બાળની સતામણીના વીડિયો મળ્યાં
ગીર જંગલની નજીક આવેલા ઉના-ગીરગઢડા પંથકમાં સિંહ દર્શન સામાન્ય બાબત છે. દરમિયાન સિંહની પજવણીના કિસ્સાઓ પણ સામે આવે છે. ગત 21 ઓક્ટોબરે બાબરીયા રેન્જમાં એક કાર શંકાસ્પદ રીતે ધીમી ગતિએ પસાર થતી હતી. ફરજ પરના વન કર્મચારીએ કાર રોકાવીને પૂછપરછ કરતાં તેમાં સવાર ત્રણ યુવકોની વાતોમાં શંકા જતાં તેમના મોબાઈલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં […]
ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો
ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોના રાત્રી પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે વધુ એક અદ્ભુત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહપરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા. પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો […]
છત્તીસગઢમાં નકલી દવાઓ પણ મળી; સેન્ટ્રલ અને સ્ટેટ લેબ્સે પણ સેમ્પલની તપાસ કરી
સરકારે દેશમાં દવાઓની ગુણવત્તા અંગે ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. સપ્ટેમ્બર 2025માં થયેલી તપાસમાં 112 દવાના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગયા. આનો અર્થ એ થયો કે આ દવાઓ દર્દીઓને સાજા કરવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આ 112 નમૂનાઓમાંથી 52 નમૂનાઓનું સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે 60 નમૂનાઓ રાજ્ય પ્રયોગશાળાઓ દ્વારા […]
ફોર્બ્સ એશિયાની ‘100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ’ યાદી જાહેર
ભારત એશિયા-પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. ફોર્બ્સ એશિયાની 2025 માટેની ‘100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ’ યાદીમાં 16 દેશોના 100 આશાસ્પદ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. ભારત 18 સ્ટાર્ટઅપ્સ સાથે યાદીમાં આગળ છે, જેમાં ₹8,779 કરોડ સુધીના મૂલ્યની કંપનીઓનો સમાવેશ થાય છે. આ યાદી પ્રાદેશિક નવીનતાનું ચિત્ર રજૂ કરે છે, જેમાં AI, ડીપટેક અને સસ્ટેનેબલ […]
પ્રકૃતિના સૌંદર્યથી ઝળહળતો ”જમજીર ધોધ” – પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો,
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા નજીક આવેલો જમજીર ધોધ દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ધોધને નિહાળવા બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની ભારે ભીડને કારણે જામવાળા અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે રાજ્યભરમાંથી લોકો […]
સોમનાથમાં 4.38 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા
વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથમાં દિવાળીના મીની વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 17થી 24 ઓક્ટોબર દરમિયાન કુલ 4.38 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓના આ ભારે ધસારાને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સહિતના તમામ ગેસ્ટહાઉસ, […]










