Gujarat

તરભ વાળીનાથ મંદિરે દર્શન કરતા મહિલાના ગળામાંથી દોરો આંચકાયો

વિસનગર તાલુકાના તરભ ગામમાં આવેલા પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા સાબરકાંઠાના એક પરિવારની મહિલાના ગળામાંથી સોનાનો દોરો આંચકી લેવાયો છે. આશરે ત્રણ તોલા વજનના આ દોરાની કિંમત ₹3,60,000/- જેટલી આંકવામાં આવી છે. આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના […]

Gujarat

ઐતિહાસિક દાંડી માર્ગ પર દુધની જેમ દારૂનું વેચાણ, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર હોય તેવું ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. માતરમાં આવેલા ઐતિહાસિક દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. દારૂના દુષણથી સ્થાનિકો ત્રાહિમામ પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાન્ત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ […]

Gujarat

રાજકોટ-ભાવનગર હાઈવે બિસ્માર હાલતમાં

રાજકોટ-ભાવનગર હાઈવે પર આજીડેમ ચોકડીથી સરધાર ગામ સુધીના માર્ગ પર લાંબા સમયથી મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.આ ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. […]

Gujarat

રાજકોટના ભૂમાફિયાઓને થયો ફરી જેલવાસ

રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. જેને લઇ 24 ઓક્ટોબરના આરોપી બલદેવ ઉર્ફે બલી વીરભાનું ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ ત્રયેણને ગોંડલ જેલ […]

Gujarat

વન વિભાગે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડ્યાના ત્રણ કલાક બાદ ઘટી ઘટના, મૃતદેહને પેનલ પીએમ માટે મોકલ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ નજીક આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વહેલી સવારે રહેણાક વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયેલી એક સિંહણનું માત્ર ત્રણ કલાક બાદ ગામ નજીકની કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. કેનાલમાં વેલ અને ઘાસ વધુ હોવાના કારણે સિંહણનો પગ તેમાં ફસાઈ ગયો હતો, જેને કારણે તે પાણીમાંથી […]

Gujarat

અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ 13 વિદેશી નાગરિક સહિત 15ની ધરપકડ

અમદાવાદમાં બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં ચાલી રહેલી વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂના નશામાં ધુત 13 વિદેશી નાગરિક સહિત 15 લોકોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700થી 15 હજાર રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર […]

Gujarat

ઇ-FIR પરથી દાખલ થયેલા ત્રણ ચોરી કરેલાં બાઇક સાથે બે આરોપીની ધરપકડ

સુરત શહેરમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનાર બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપી શહેરની ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની પાસેથી 45000ની કિંમતના કુલ ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇ-FIR પરથી દાખલ થયેલા ચોકબજાર અને લસકાણા પોલીસ સ્ટેશનના કુલ બે […]

Gujarat

પલસાણામાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં

સુરતના પલસાણા તાલુકામાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કડોદરા, વરેલી, જોળવા અને તાંતિથૈયા જેવા વિસ્તારોમાં વસતા ઉત્તર ભારતીય પરિવારોમાં આસ્થાનો માહોલ છવાયો છે. નગરપાલિકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે. છઠ્ઠ પૂજા માટે નહેર કિનારે સફાઈ કરીને વ્યવસ્થિત ઘાટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કડોદરા વિસ્તારમાં નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો સફાઈ […]

Gujarat

2007માં રાજુ તિવારીએ મિત્ર વિનોદ સાથે મળીને ગૌતમ પટેલ નામના વ્યક્તિ પર ગોળી ચલાવી હતી

સુરત પોલીસે 18 વર્ષ જૂના એક હત્યાના પ્રયાસના કેસનો કોયડો ઉકેલીને એક ભાગેડુ આરોપીને ઝડપી પાડ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2007માં નોંધાયેલા આ કેસમાં આરોપી રાજુ ઉર્ફે રજ્જુ બચ્ચિ તિવારી 18 વર્ષ સુધી પોલીસને થાપ આપીને ફરાર રહ્યો હતો. જોકે, આખરે સુરત એસ.ઓ.જી. પોલીસે તેને અમરોલી બંબાગેટ પાસેથી દબોચી લીધો છે. વર્ષ 2007માં રાજુ તિવારી […]

Gujarat

સુરતના વાવ ગામે શેરડીના પાકમાં આગ ત્રણ વિઘા શેરડી બળીને ખાખ, ખેડૂતને ₹1 લાખનું નુકસાન

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક શેરડીના ઉભા પાકમાં આગ લાગી હતી. આ ઘટનામાં ખેડૂતની ત્રણ વિઘા શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે અંદાજે ₹1 લાખનું નુકસાન થયું છે. આગની જાણ થતાં જ કામરેજ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ 23,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, […]