સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ચાલતા જઈ રહેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તે રોડ પર પટકાયો હતો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવકની ઓળખ કાલિયા બચ્છનિધિ નાહક (ઉંમર 34) તરીકે […]
Author: JKJGS
પારસી પરિવારે સ્વામિનારાયણ ભગવાનની 202 વર્ષ જૂની પાઘડીને સાચવી
પ્રકાશના પર્વ દિવાળી બાદ આવતા પાવન પર્વ ભાઈબીજના દિવસે સુરત શહેરમાં એક એવી અલૌકિક ધાર્મિક ઘટના આકાર પામે છે, જે હિન્દુ અને પારસી ધર્મ વચ્ચેના અનોખા અને અખંડ પ્રેમનો પુરાવો છે. અહીં વાત છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલી પાઘડીની, જે આજે 202 વર્ષ વીતી ગયા હોવા છતાં, પારસી કોમ્યુનિટીના એક પરિવારે પોતાના જીવ કરતાં […]
ટોળાએ બૂમાબૂમ કરતાં પોલીસકર્મી ભાગ્યો, વીડિયો વાઇરલ થતાં SPએ કહ્યું, ‘સસ્પેન્ડ કરી દીધો છે’
અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના સલડી ગામમાં મારામારીની ઘટના દરમિયાન એક પોલીસકર્મચારી પીધેલી હાલતમાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ આ સાહેબ પીધેલા છે, તેમના મોઢામાંથી વાસ આવે છે એવું કહીને બૂમાબૂમ કરતાં પોલીસકર્મચારી સ્થળ પરથી ભાગતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે હાલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો […]
જામનગરમાં યુવકની છરીના ઘા મારી હત્યા
જામનગરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંધ આશ્રમ પાસે 1404 આવાસ નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં આ હત્યા થઈ હતી. મૃતક યુવકનું નામ મુકેશ કાપડી (ઉંમર 37) છે, જે અંધ આશ્રમ ફાટક નજીક રહેતો હતો. સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી બાદ […]
શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
ર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શ્રી હર્ષ સંઘવીએ વિધિવત્ નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા પહેલા તેમણે ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાનો અવસર મળ્યો છે. શનિવારે ચાર્જ સંભાળ્યા બાદ નાયબ […]
થરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોનો મોત
નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોનો મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાણી પીવા જતાં બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા […]
એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ તા.૮ નવેમ્બરે યોજવામાં આવશે
વડોદરાની પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ ઉઘડતા વેકેશને તા.૮ નવેમ્બરે યોજવામાં આવશે.જેમાં ૧૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૨૭૦ કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આજે પત્રકારો સાથે વાતચીતમાં વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. […]
સાબરકાંઠા જૂથ અથડામણ: પોલીસે ૬૦ લોકો સામે નામજાેગ ગુનો દાખલ કરી ૨૦ની કરી અટકાયત
સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જાેતજાેતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ ૨૦ જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મંત્રીશ્રી સાથે પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે, અને આજના સમયમાં […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની શુભેચ્છા મુલાકાત
પ્રાકૃતિક કૃષિ, સ્વદેશી, સ્વચ્છતા, રમતગમત, યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ કેન્દ્રીય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ દેશભરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક […]










