Gujarat

ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ-ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી

હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. એ બાદ ફટાકડા ફોડીને ગૌ માતાના જય જય કાર સાથે ગોવાળોએ ગાયોને દોડાવી હતી. ગાયો દોડતી હોય ત્યારે એની ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી હતી. ગાયોને […]

Gujarat

પોલીસ કોન્સ્ટેબલની કારે ટ્રીપલ અકસ્માત સર્જ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર-ભિલોડા સ્ટેટ હાઇવે પર ગત રાત્રે મોહનપુરાથી લાલપુર વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન અસારીની સ્વિફ્ટ કારે ટ્રીપલ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક્ટિવા અને એક રિક્ષાને ટક્કર મારવામાં આવી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ આઠ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં રિક્ષાચાલક સહિત પાંચ મુસાફર, તેમજ […]

Gujarat

લીંબડી GRD જવાને પાંચ હજાર રોકડ ભરેલું પાકીટ અને દસ્તાવેજો મૂળ માલિકને પરત કર્યું

લીંબડીમાં ફરજ બજાવતા એક GRD જવાને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને રસ્તા પરથી મળેલું પાકીટ, જેમાં આશરે 5,000 રૂપિયા રોકડા અને અગત્યના દસ્તાવેજો હતા, તે મૂળ માલિકને પરત કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના લીંબડીના લેક-વ્યુ બિલ્ડીંગ રોડ પર બની હતી. GRD જવાન માધર મેહુલભાઈને (જે.એમ. સોલંકી) આ પાકીટ મળ્યું હતું. મેહુલભાઈએ […]

Gujarat

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ પાસે ડ્રાઈવરે ટેન્કર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી […]

Gujarat

આદરીયાણામાં ગાય દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા

સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા જેવા ગામોમાં નૂતન વર્ષની વહેલી સવારે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી આ અનોખી પ્રથા અંતર્ગત ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઈ યોજાય છે. આ પરંપરામાં, બેસતા વર્ષે 300થી વધુ ગાયોના શિંગડામાં ઘી લગાડીને તેમને પરંપરાગત […]

Gujarat

મહેસાણા રેલવે સ્ટેશન પર તહેવારોને લઈ સુરક્ષા તંત્ર સઘન ચેકિંગ સાથે વધુ સતર્ક બન્યું

દિવાળીના પર્વને લઈ ટ્રાન્સપોર્ટેશનની સેવા ઉપર નાગરિકોનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે રાષ્ટ્રમાં પરિવહનના મુખ્ય બિંદુ સમાન રેલવેની સેવામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી GRP અને RPF સહિતની સુરક્ષા ટીમો ઓપરેશન સતર્ક અંતર્ગત વધુ સતર્ક બની હતી. મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઓપરેશન સતર્ક અંતર્ગત ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા મહેસાણા સહિતની ટીમની […]

Gujarat

બેસતા વર્ષે માતાજીની આરતી ₹. 21.11 લાખનો ચડાવો થયો

કડી તાલુકાના જાસલપુર ગામે, જે ‘ડોલરીયા ગામ’ તરીકે પ્રખ્યાત છે, ત્યાં બેસતા વર્ષ નિમિત્તે મા મેલડી માતાજીની આરતીમાં ₹21.11 લાખનો રેકોર્ડબ્રેક ચડાવો થયો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જીગ્નેશ કવિરાજે ગરબાની રમઝટ બોલાવી હતી. જાસલપુરમાં છેલ્લા 50 વર્ષથી દીપોત્સવી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચાર […]

Gujarat

લિંબાયતમાં દિવાળીની રાત્રે ગુંડાગીરી, આરોપીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વિક્કી અને તેના મિત્રએ યુવક પર હુમલો કર્યો લિંબાયત વિસ્તારમાં આવેલા કૈલાશનગર, […]

Gujarat

લિંબાયતના આઝાદ ચોક વિસ્તારમાં નશાકારક સીરપના વેચાણ વિરુદ્ધ મહિલાઓ રોષે ભરાઈ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આઝાદ ચોક નુરાની મસ્જીદ પાસેના સ્લમ વિસ્તારમાં નશાકારક સીરપ અને દવાઓના ગેરકાયદેસર વેચાણને કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાના આ દૂષણથી તેમના બાળકો અને યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું હોવાથી સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને નશાનો ધંધો કરનારા તત્વો વિરુદ્ધ વિરોધ પ્રગટ કર્યો હતો. […]

Gujarat

નવા વર્ષના પ્રથમ દિવસે સૂકવેલું ડાંગર પલળ્યું, આર્થિક પેકેજની માંગ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ખાસ કરીને સૂકવેલું ડાંગર પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી છે. પાછોતરા વરસાદને કારણે ખેતરોમાં ભેજ હોવાથી ખેડૂતોએ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક પોતાનું ડાંગર સૂકવવા મૂક્યું હતું. અચાનક આવેલા વરસાદથી આ ડાંગર […]