ધંધુકા પોલીસે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે જાળીયા ગામના સતવારા ફળિયામાં દરોડો પાડી જમીનમાં દાટીને રાખવામાં આવેલ રૂ. 2,50,849ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, જાળીયા ગામના સતવારા ફળિયામાં […]
Author: JKJGS
જામનગરમાં ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવવાળા બાળદર્દીનું મોત
જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જોકે, મૃતક બાળદર્દીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા જામનગર નજીકના કનસુમરા વિસ્તારના એક બાળદર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબો દ્વારા જરૂરી નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે […]
દશામાની મૂર્તિઓના વિસર્જન માટે 3 ઝોનમાં 9 કૃત્રિમ તળાવ તૈયાર
વડોદરામાં માં દશામાના વ્રત પર્વની ઉજવણી અંતિમ ચરણમાં પહોંચી છે. શુક્રવારે યોજાનારા મૂર્તિ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. વિસર્જન માટે કરવામાં આવેલી વ્યવસ્થા 9 સ્થળોએ કૃત્રિમ તળાવોની ફરતે બેરીકેટીંગ, લાઈટ, ફાયર વિભાગનો સ્ટાફ, તળાવ […]
10 દિવસની પૂજા-અર્ચના બાદ દશામાની આજે વિદાય
વડોદરામાં 10 દિવસના પૂજા-અર્ચન બાદ આજે (21 ઓગસ્ટ) દશામાની મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. ભક્તો જાગરણ કર્યા બાદ મધ્ય રાત્રિથી જ મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા 9 કૃત્રિમ તળાવોમાં પહોંચશે. આ વર્ષે શહેરમાં સ્થાપિત 16 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ છે, જેને ધ્યાનમાં રાખીને પાલિકા અને પોલીસ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી […]
રાજકોટ જિલ્લામાં મહિલાઓ સહિત 55 જુગારી ઝડપાયા
શ્રાવણ મહિના દરમિયાન જુગાર રમતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરમાં 3 દરોડામાં જુગાર રમતા 17 મહિલા સહિત 24ને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કુલ 10 દરોડામાં 55 લોકોને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના ઘરે જુગારધામ ચાલતું હતું રાજકોટ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન […]
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી અમદાવાદ, ભાવનગર, સુરત, ભુજ જવા સવા ગણા ભાડા સાથે વધારાની બસો મૂકાશે
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની 66 બસો દોડાવવામાં આવશે. હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા 485 જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન […]
સીયુજીમાં ટીબી જાગૃતિ અને સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો
વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (સીયુજી) ખાતે ‘ટીબી-મુક્ત ભારત અભિયાન 2.0’ અંતર્ગત ટીબી જાગૃતિ, આરોગ્ય તપાસ અને સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર, રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અને જિલ્લા ટીબી વિભાગના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર (ઇન્ચાર્જ) પ્રો. મનીષે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. કાર્યક્રમમાં ટીબીના લક્ષણો, નિવારણ, સમયસર […]
બાજવાડામાં વૃદ્ધના ATM કાર્ડથી ₹75 હજાર ઉપાડી લીધા, કેરટેકરે દોઢ મહિનો નોકરી કરી ઠગાઈ આચરી
વડોદરામાં એક વૃદ્ધની સારસંભાળ માટે રાખવામાં આવેલા કેરટેકર પર તેમના ATM કાર્ડનો દુરુપયોગ કરી રૂ.75 હજાર ઉપાડી લેવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ વૃદ્ધની તબિયત નાદુરસ્ત હોવાથી પરિવારજનોએ તેમની દેખરેખ માટે કેરટેકરને રાખ્યો હતો. દરમિયાન બેંક ખાતામાંથી ATM મારફતે અલગ-અલગ સમયે રોકડ ઉપાડવામાં આવી હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો […]
લક્ઝરી બસના હાઈડ્રોલિક ડોરના સેન્સર ફેલ્યોરે બાળકનો જીવ લીધો
વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના માર્ગ પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં માથું ફસાઈ જવાથી 7 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી કેસમાં કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટના સમયના મહત્વપૂર્ણ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ થઈ […]
જામનગરના ગુલાબનગરમાં મહિલાની સોનાની ચેઇન સરેઆમ ચીલઝડપ થઈ
ગુલાબનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી ચિલઝડપની ઘટના સામે આવી છે. ગુલાબનગર સ્થિત દયાનંદ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર નામના મહિલા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા તસ્કરે ક્ષણવારમાં તેમની નજર ચૂકવીને ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. બનાવ બનતા જ મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ તસ્કર […]










