વડોદરા શહેરમાં એક યુવકનું લિફ્ટમાં માથું ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના VIP રોડ વિસ્તારમાં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં બની હતી. જ્યાં ટાઈલ્સ લગાવવાનું કામ કરતા કારીગરનું મોત થયું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ સંજય રણછોડભાઈ પ્રજાપતિ (ઉ.વ. 37, રહે. અંબિકાનગર, ઉમિયાનગર, ચાણક્યપુરી, […]
Author: JKJGS
લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા
જામનગરમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જામનગર તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો અને લોક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો હતો. બેઠકમાં પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આમાં […]
જામનગર ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધાને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત
જામનગર ગ્રામ્ય વિસ્તારના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DYSP) રાજેન્દ્ર દેવધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે ગુજરાત પોલીસના 118 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક […]
મનપા દ્વારા અમુક દબાણો હટાવી મેદાન ખાલી કરાવી સફાઇ કામગીરી અને પ્લોટની ફાળવણી કરાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત શ્રાવણી લોકમેળાનુ ચાલુ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન થયુ છે.જે માટે મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઇ છે.મેળામાં જુદા જુદા 43 પ્લોટની હરાજી બાદ તેની ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. બીજી બાજુ લોકમેળાને અનુલક્ષીને મેદાન ખાતે મોટી રાઇડસ સહિતની નવી મનોરંજક સાધન સામગ્રીઓ પણ આવી પહોચતા કામગીરીનો ધમધમાટ જોવા […]
ભાઈ કૃણાલ પંડયા સહિત પરિવાર સાથે વનતારાની મુલાકાત લીધી, રીલાયન્સના મહેમાન બન્યા
ગઈકાલે ભારતના ખ્યાતનામ ક્રિકેટ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેના લધુબંધુ ક્રિકેટર કૃણાલ પંડ્યાનું શનિવારે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું. પરીવાર સાથે આવેલા બંને ક્રિકેટર બંધુ આવી પહોચ્યા બાદ વનતારા જવા માટે પ્રસ્થાન સાથે રિલાયન્સના મહેમાન બન્યા હતા.
ઘરમાં સંગ્રહિત ઉસેલ અને પૂળા સળગી ગયા, ફાયર વિભાગે 4 કલાકે આગ કાબૂમાં લીધી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માનપુર ગામે શનિવારે એક ઘરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. લક્ષ્મણસિંહ ગુલાબસિંહ પરમારના મકાનમાં સંગ્રહિત બે ટ્રેક્ટરથી વધુ ઉસેલ અને ચાર ટ્રેક્ટરથી વધુ પૂળા સહિતનો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો. આગ લાગતાં જ આજુબાજુના પાડોશીઓ અને ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા. તેમણે આગ બુઝાવવાના પ્રયાસો સાથે સૂકા ઘાસના […]
ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગના 7 સામે ગુજસીટોકનો ગુનો દાખલ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી તીસરી ગલી ગુનાખોરી માટે પ્રચલિત બની છે. ગેંગવોર હોય કે પછી સંગઠીત ગુનો હોય તીસરી ગલીનું નામ પ્રથમ હરોળમાં રહે છે. આ ગેંગના સાગરીતોને પકડીને જેલના હવાલે કરી બીલીમોરા શેહરના નાગરિકોને ગેંગથી છુટકારો અપાવવાનો પોલીસે નિર્ધાર કર્યો છે. જેને લઇને પોલીસે કાર્યવાહી કરી ગેંગના 7 આરોપીઓને પકડીને તેમના […]
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આપી મંજૂરી
રેલવે મંત્રાલયે નવસારી જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આનંદ વ્યક્ત કર્યો હતો. અઠવાડિયા અગાઉ નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની […]
નવસારી જીએમઇઆરએસ હોસ્પિટલે જાગૃતિ રેલી યોજી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી
વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, નવસારી ખાતે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. અંગદાન એક મહત્વપૂર્ણ સેવા છે જેના દ્વારા એક વ્યક્તિ અનેક લોકોને નવજીવન આપી શકે છે. અંગદાન કરનાર વ્યક્તિના આંખ, કિડની, લીવર, હૃદય જેવા […]
ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે
આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. સવારે ગુજરાતના CM-PMની […]










