ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ વિલંબ થયો છે. ખેડૂતોએ વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રિપ અને ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં […]
Author: JKJGS
રાણીઆંબા ગરનાળા પાસે ઊંડા ખાડાથી વાહનચાલકોને મુશ્કેલી
રાણીઆંબા ગામ પાસે આવેલા રેલવે ગરનાળા નજીક મોટા પ્રમાણમાં પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર દક્ષિણ સોનગઢના લગભગ 40 ગામોના લોકો માટે અવરજવરનું મુખ્ય માર્ગ છે. જોકે, ગરનાળા પાસે પસાર થતા રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. અહીં રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન […]
સફેદ કિઆ સેલ્ટોસ કારમાંથી 12.16લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ મુદામાલ સાથે 1ની ધરપકડ
તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફે ખાનગી બાતમીના આધારે વ્યારા નજીકથી એક કારમાંથી મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કુલ 2059 બોટલો મળી આવી હતી. આ બોટલોમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ ભરેલો હતો. ઝડપાયેલ દારૂની અંદાજીત કિંમત ₹7,09,900 થાય છે. ASI બિપીનભાઇ રમેશભાઇ અને HC લેબજીભાઇ પરબતજીને બાતમી મળી […]
ભાવનગરના 1.05 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.26 કરોડ જમા, નવા ટ્રેક્ટર માટે મંજૂરીપત્રો એનાયત
ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના 1.05 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના 20માં હપ્તાની રકમ પેટે કુલ રૂ.26 કરોડ ડી.બી.ટી.થી જમા થયાં હતાં.રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને નવા […]
વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતોને 22.56 કરોડની સહાય
જામનગરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને રૂ.22.56 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. […]
22 હજાર દશામાની મૂર્તિઓનું 8 તળાવોમાં વિસર્જન કરાશે, કમિશનરે તરસાલી ખાતે કૃત્રિમ તળાવની મુલાકાત લીધી
શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે દશામાં વ્રતની ઉજવણી થઈ રહી છે. 10 દિવસ માટે ઉજવાતા દશામાં વ્રત પૂર્ણ થવાના આરે છે ત્યારે શહેરમાં સ્થાપના કરાયેલ 22000 નાની-મોટી દશામાની મૂર્તિઓના વિસર્જન માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કુત્રિમ તળાવ સહિત 8 તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. તા. 3 ઓગસ્ટના રોજ દશામાની મૂર્તિઓનું વિસર્જન થશે ત્યારે આજે વડોદરા […]
આ વર્ષે સિઝનનો 62% વરસાદ પણ 4 લાખ હેક્ટર ઓછી વાવણી, બે મહિના બાકી, ઊતરતાં ચોમાસે વધુ વરસાદ થશે
ગુજરાતમાં સિઝનના 882 મીમી (34.7 ઇંચ) વરસાદના અંદાજ સામે જુલાઇ અંતે 554.2 મીમી (21.8 ઇંચ) વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 61 દિવસમાં 39 વરસાદી દિવસોમાં સિઝનનો 62.85% વરસાદ મળી ચૂક્યો છે. પણ વાવેતર 4 લાખ હેક્ટર ઓછું થયું છે. જુલાઇ સુધીમાં 370.8 મીમી (14.6 ઇંચ) વરસાદની જરૂરીયાત કરતાં 49% વધુ વરસાદ મળી ચૂક્યો છે. […]
ST ડેપોથી અમદાવાદ, નારાયણ સરોવર, સંજેલી, બારીયા રૂટ પર નવી મળેલ 7 ડિલકસ બસ દોડશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની 151 નવી બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાંથી જામનગર એસ ટી ડિવિઝનને 7 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી જામનગર જિલ્લાના મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા પ્રાપ્ત થશે. જામનગર વિભાગને 7 નવી બસ મળી છે. આ બસમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. લાંબા રૂટ પર અવરજવર કરતા […]
પર્યાવરણ મંત્રીએ મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ચર્ચા કરી
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જનું કાર્યાલયના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગરપાલિકાના મીટીંગ હોલમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આંતરમાળખાકીય સુવિધા, શહેરી સડક યોજના, આઉટ ગ્રોથ એરિયા ગ્રાન્ટ, […]
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી જસપ્રીત બુમરાહને રિલીઝ કરવામાં આવ્યો છે
ભારતીય ટીમમાં એક મોટા ફેરફારમાં, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, એમ BCCI એ શુક્રવારે એક નિવેદનમાં પુષ્ટિ આપી છે. “શ્રી જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પાંચમી ટેસ્ટ માટે ભારતની ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે,” BCCI એ એક નિવેદનમાં લખ્યું છે. બુમરાહ પાંચમી ટેસ્ટ માટે ટીમનો ભાગ […]










