નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારમાં બે મહિલા અને બે બાળકો સવાર હતા. જોકે, કાર ચલાવી રહેલી મહિલાની સમયસૂચકતાને કારણે તમામ સવારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને ચારેયનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, […]
Author: JKJGS
મોરબીનો મચ્છુ-૨ ડેમ દેશભક્તિના રંગે રંગાયો
મોરબીમાં ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ છવાયો છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીના જોધપર નજીક આવેલા મચ્છુ-૨ ડેમને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા ડેમના દરવાજાઓ પર આકર્ષક લાઈટિંગની વ્યવસ્થા કરાઈ છે, જેના કારણે રાત્રિના સમયે ડેમનો નજારો મનમોહક બન્યો છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર […]
મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોને 400% વધુ વળતર
મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયી વળતર આપવા માટે રાજ્ય સરકારના ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ મુજબ પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠક યોજાઈ હતી. મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં જમીનના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા હતા. હળવદ તાલુકાના વેગડવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે આ બેઠક […]
મોરબીના મોટા દહીસરામાં પ્રભારી મંત્રીએ ધ્વજવંદન કર્યું
આજે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ માળિયા (મિ)ના મોટા દહીસરા ગામે યોજાયો હતો. જિલ્લાના પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી. આ સમારોહમાં પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ […]
મોરબીના વેગડવાવના ખેડૂતોને વીજપોલ સામે 4 ગણું વળતર
મોરબી જિલ્લામાં વીજપોલ સામે ચાલી રહેલા વળતર આંદોલન વચ્ચે હળવદના વેગડવાવ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. માર્કેટ રેટ કમિટી (MRC) ની પ્રથમ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મળતા વળતર કરતાં 3 થી 4 ગણું વધુ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં 3 મહિનાથી વધુ સમયથી વળતર આંદોલન સક્રિય મોરબી જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી […]
વાંકાનેરમાં ‘મારું વાંકાનેર સ્વચ્છ વાંકાનેર’ સંકલ્પ લેવાયો
શ્રી એચ.એન. દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના N.S.S. એકમના વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા તરફ એક કદમ” નારા સાથે આ રેલી કાઢી હતી. આ રેલીમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા, N.S.S. ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડો. મયુર જાની, તેમજ ડો. ઉર્મિલાબેન પટેલ, ડો. અર્ચના પરમાર, […]
મોરબી LCB એ વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
મોરબી LCB એ વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ સહિત કુલ 5.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સિટી અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ […]
વિશ્વાસનો ફાયદો ઉઠાવી કરોડો ચાઉં કરી લીધા
અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન કંપનીના એકાઉન્ટન્ટે બિલ્ડરના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ₹1.23 કરોડની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપી એકાઉન્ટન્ટે સહી કરેલા કોરા ચેકોમાં મજૂરી કામના ચૂકવણા બતાવી પોતાના અંગત પરિચિતોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. કંપનીના ઓડિટ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટતાં બિલ્ડરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. વિશ્વાસ કેળવી […]
દેત્રોજ શાળામાં પૂર્વ વિદ્યાર્થી ઉમંગકુમાર પટેલે ધ્વજવંદન કર્યું
દેત્રોજ સ્થિત શેઠ શ્રી એલ.વી. એન્ડ કેવી ભાવસાર વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પૂર્વ વિદ્યાર્થી અને દેત્રોજના વતની ઉમંગકુમાર મહેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ તિરંગાને સલામી આપી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. દેશભક્તિ ગીતો, […]
ધોળકાના પિતા-પુત્રની વેપારી સાથે ₹13.29 લાખની છેતરપિંડી
ધોળકાના ઠગ જવેલર્સ પિતા-પુત્રે માણેકચોકના વેપારી પાસેથી ₹ 13.29 લાખની સોનાની બંગડીઓ ખરીદી રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી છે. વેપારીએ ઉઘરાણી માટે ફોન કર્યો હતો જે બંધ આવતા તપાસ કરી તો અન્ય વેપારી સાથે પણ આ પ્રકારે ઠગાઈ આચરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વેપારીએ બંને ઠગ સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં […]










