બાવળા તાલુકાના રામનગર નજીક આવેલી GRIL નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાયેલા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ બાવળા, ધોળકા અને આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર […]
Author: JKJGS
રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ યુવતીને કડવો અનુભવ
અમદાવાદના નવરંગપુરામાં રહેતી આઈટી એન્જિનિયર યુવતીને રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ ભાડા બાબતે ડિલિવરી બોય સાથે માથાકૂટ થઈ હતી. ઝગડા બાદ યુવતીને અલગ-અલગ નંબર પરથી OTPના અઢળક મેસેજ આવ્યા હતા. યુવતીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેનો ફોટો ડીપીમાં મૂકી અજાણ્યા શખસે યુવતીના ફોટા સ્ટોરીમાં મૂકીને અશ્લીલ લખાણ પણ લખ્યા હતાં. એટલું જ નહીં અજાણ્યા શખસે […]
બોસનો ફોટો ડીપીમાં મૂકી વોટ્સએપ મેસેજ કરી ₹30 લાખ પડાવ્યા
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટને સાયબર ગઠિયાઓએ પોતાના બોસનો ફોટો વોટ્સએપ ડીપીમાં મૂકી મેસેજ કર્યો હતો. બોસના નામે મીટિંગનું બહાનું બનાવી ગઠિયાએ ₹30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે જાણ થતાં એકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બોસનો ફોટો જોઈ એકાઉન્ટન્ટ છેતરાયા ગાંધીનગરમાં રહેતા અને પાલડીની કંપનીમાં ફરજ બજાવતા […]
એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી અમરાઈવાડી અને મણિનગર વિસ્તારનો 10 કિમીનો સર્ક્યુલર રૂટ, દર 40-45 મિનિટે બસ મળશે
અમદાવાદમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ લોકો વધુ કરે અને મેટ્રો સ્ટેશનથી લોકોને વિવિધ જગ્યાઓએ જવા માટે સરળતા રહે તેના માટે AMTSએ પૂર્વ વિસ્તારમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી અમરાઈવાડી, હાટકેશ્વર, મણીનગર, ખોખરા થઈને પરત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની ફીડર બસ રૂટ-8 (સર્ક્યુલર) અને ફીડર રૂટ-9 (એન્ટી સર્ક્યુલર) શરૂ કર્યો છે. મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના […]
અમદાવાદના નવ શખસ સાથે કેરીના રિસોર્ટનો મેનેજર 2.87 લાખ રોકડ સાથે ઝડપાયો
તાલાલા નજીક આવેલા કેરીના રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અમદાવાદના નવ શખ્સો અને રિસોર્ટ મેનેજર સહિત કુલ દસ આરોપીને રૂ. 2.87 લાખની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બાતમી મુજબ, ભોજદે ગામની સીમમાં આવેલા કેરીના રિસોર્ટના મેનેજર બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે જુગારની પ્રવૃત્તિ ચલાવતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં તૃષ વિષ્ણુભાઈ પટેલ, […]
સ્કૂલોના 100 મીટરમાં જંકફૂડ વેચાણ પર પ્રતિબંધની માગ
નાની વયના બાળકોમાં વધતા જતાં ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળા પરિસરમાં જંકફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની માગ કરી છે. મહામંડળે શાળાની કેન્ટીનો માટે કડક SOP બનાવવા તેમજ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત […]
તળાજાના વાવડીમાં આશાપુરા માતાના મઢમાંથી 100 ચાંદીના છત્તરોની ચોરી
ભાવનગરના તળાજા તાલુકાના મોટી વાવડી ગામે આવેલા આશાપુરા માતાના મઢમાંથી તસ્કરો તાળા તોડીને રૂ. 60 હજારની કિંમતના 1 કિલો વજનના 100 જેટલા ચાંદીના છત્તરો ચોરી ગયા હતા. તાજેતરમાં પાલીતાણા પોલીસે ઝડપેલા ચાર શખસે આ ચોરી કરી હોવાની કબૂલાત આપતાં મઢના સંચાલકે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મઢના ભુવાએ ચોરીની જામ કરી મોટી વાવડી ગામે […]
જેસરના બીલા ગામે રહેણાક વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ
જેસર તાલુકાના બીલા ગામે રહેણાક વિસ્તારમાંથી એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગની ટીમે આ કામગીરી કરી હતી. અજગર દેખાતા સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક અજગરને પકડી લીધો હતો રેસ્ક્યુ કર્યા બાદ, અજગરને સુરક્ષિત રીતે માલણ નજીકના કાંઠા વિસ્તારમાં […]
મોતીતળાવમાં પાર્ક કરેલી ઇનોવા અને આઇ-10 કાર આગમાં ખાખ
ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં આવેલા મોગલ માતાના મંદિર પાસે ગત મોડીરાત્રે પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી 10 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતીતળાવ વિસ્તારમાં ડેલા નંબર 220ની […]
પંચમહાલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
પંચમહાલ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મુખ્ય ધ્વજવંદન સમારોહમાં ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા […]










