કેરેબિયનમાં ડોમિનિકન રિપબ્લિકના દરિયાકાંઠે બોટ પલટી જતાં ચાર સ્થળાંતર કરનારાઓના મોત થયા હતા અને લગભગ ૨૦ લોકો ગુમ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેરેબિયન રાષ્ટ્રની નૌકાદળે જણાવ્યું હતું કે તેણે ૧૦ ડોમિનિકન અને સાત હૈતીયનોને બચાવ્યા છે. બચી ગયેલા લોકોમાં એક બાળક પણ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, “યોલા” સ્થળાંતર કરતી બોટ, જેમ કે […]
Author: JKJGS
મ્યાનમારના સાગાઈંગ ક્ષેત્રમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ૨૩ લોકોના મોત, લગભગ ૩૦ ઘાયલ
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મ્યાનમારની સેના દ્વારા મધ્ય સાગાઈંગ ક્ષેત્રમાં એક બૌદ્ધ મઠ પર કરવામાં આવેલા વિનાશક હવાઈ હુમલામાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા ૨૩ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ દુ:ખદ હુમલો શુક્રવારે (સ્થાનિક સમય) વહેલી સવારે સાગાઈંગ ટાઉનશીપમાં સ્થિત લિન તા લુ ગામમાં થયો હતો, જ્યાં વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષથી બચવા માટે […]
ટ્રમ્પ વહીવટીતંત્રની યોજના હેઠળ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ૧,૩૦૦ થી વધુ રાજદ્વારીઓ, સિવિલ સેવકોને બરતરફ કરશે
મીડિયા સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલી વ્યાપક પુનર્ગઠન યોજનાના ભાગ રૂપે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ૧,૩૦૦ થી વધુ કારકિર્દી રાજદ્વારીઓ અને સિવિલ સેવકોને બરતરફ કરવાની તૈયારીમાં છે. શુક્રવારે, વિભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનિક ભૂમિકાઓ માટે સોંપાયેલા ૧,૧૦૭ સિવિલ સેવકો અને ૨૪૬ વિદેશી સેવા અધિકારીઓને છટણીની સૂચનાઓ ઇમેઇલ દ્વારા […]
આજનું રાશિફળ (13-07-2025)
મેષ આજે તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજાેની ખરીદી તમારી માટે આસાન બનાવશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા […]
એક દિવસમાં 23,559 કેસનો નિકાલ, 24.86 કરોડનું સમાધાન
ભરૂચ જિલ્લામાં ૧૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ તથા સેક્રેટરી પી.પી.મોકાશીના નેતૃત્વમાં લોક અદાલતનો પ્રારંભ થયો. અદાલતમાં કુલ ૩૮,૩૨૦ પેન્ડિંગ […]
નાઈટ શિફ્ટ બંધ હોવાથી જાનહાની ટળી, 6 ફાયર ફાઈટર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા સમયે કંપનીમાં નાઈટ શિફ્ટ બંધ હોવાથી કોઈ કામદાર હાજર ન હતો. આથી મોટી જાનહાની ટળી હતી. આજુબાજુની કંપનીના કામદારો અને જીવન કેમિકલના સિક્યુરિટી જવાને તરત જ આગની જાણ કરી. કંપનીના સંચાલકો અને ફાયર […]
વાવણી બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર
ઉના અને ગીર ગઢડા શહેર તેમજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરબાની થઈ છે. બપોર બાદ શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ ક્રમશઃ તેજ થયો હતો. એક કલાકમાં જ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદની ધોધમાર વર્ષા થતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમય બાદ આવેલા વરસાદથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી […]
રાજકોટની ખાનગી સ્કૂલો સામે વિદ્યાર્થી નેતાનો આક્રોશ, શિક્ષણ તંત્રની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલો
ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના બોજને હળવો કરવા અને બાળપણને વધુ આનંદમય બનાવવાના ઉમદા હેતુથી દર શનિવારે પ્રાથમિક સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ (દફ્તરમુક્ત દિવસ) પાળવા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે બાળકો શનિવારે પુસ્તકોના ભાર વિના શાળાએ આવે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ મેળવે, રમતગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, જેથી તેમનો […]
કણકોટ રોડની બિસ્માર હાલતને લઈ અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
રાજકોટ શહેરમાં થોડા વરસાદમાં જ ખાડારાજ જોવા મળી રહ્યું છે. રોડ-રસ્તાની બિસ્માર હાલતને લઈ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ હવે શાસક પક્ષ ભાજપનાં આગેવાન પણ આંદોલનનાં માર્ગે છે. જેમાં કણકોટ જતાં રસ્તાની અત્યંત બિસ્માર હાલત અને તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ […]
એલસીબીએ 8 શખ્સોને 9.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 4 ફરાર
જામનગર એસપીના આદેશથી એલસીબીએ રોજીયા ગામની સીમમાં આવેલી એક ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં જામનગરના નવાગામ ઘેડના સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, ભરત વજસી ડાંગર, અનવરમીયા આમઠમીયા ફકીર, જાવેદ અલીમામદ બ્લોચ, મુસ્તુકા કાસમ ખીરા, મહેશ નરશી થાપા, આસીફ યુનુસ ખકી અને અજીજખાન આમદખાન સરવાણીનો […]










