અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય) જાહેરાત કરી હતી કે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ આ મહિનાના અંત સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું આપશે. ૨૮ વર્ષીય લેવિટ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના સૌથી યુવા ટોચના પ્રવક્તા છે અને ટ્રમ્પના મજબૂત સમર્થક તરીકે જાણીતા છે, જેમણે મીડિયા બ્રીફિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિનો સતત બચાવ કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ […]
Author: JKJGS
અમેરિકામાં ભારતીય કિશોર પર માતા અને ભાઈની હત્યાનો આરોપ; ChatGPT ને પૂછ્યું ‘પરિવારને કેવી રીતે મારવો‘
અમેરિકન સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) ના મેસેચ્યુસેટ્સમાં એક ભારતીય મૂળના કિશોર પર તેના નાના ભાઈ અને માતાની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કિશોરની ઓળખ ૧૭ વર્ષીય અર્જુન અરવિંદ તરીકે થઈ છે, જે એક્ટનનો રહેવાસી છે. તેની માતા, સુધા વેંકટેશન (૪૫) અને ભાઈ, સિદ્ધાર્થ અરવિંદ (૧૪) ની હત્યા બદલ તેના પર […]
ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓનું ખંડન, પાકિસ્તાન સેનાએ ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધનના અહેવાલોને નકારી કાઢ્યા
પાકિસ્તાનમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું કસ્ટડીમાં મૃત્યુ થયું છે. પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવી દીધો છે, જ્યારે પત્રકાર વજાહત સઈદ ખાને, જેમણે શરૂઆતમાં ખાનના મૃત્યુની જાણ કરી હતી, બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમના સ્ત્રોતોએ ખરેખર તેમના મૃત્યુની પુષ્ટિ કરી […]
શાપર વેરાવળ પોલીસે મોબાઇલ ટાવર ચોરીનો ભેદ ઉકેલ્યો
શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઇલ ટાવર પરથી અત્યંત સંવેદનશીલ NOKIA કંપનીના AZNA રીમોટ રેડિયો યુનિટની ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ચોરીના બે AZNA રીમોટ રેડિયો યુનિટ રૂ.1.20 લાખની કિંમતના રિકવર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત પોલીસ વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં તા.10 ઓગસ્ટ 2026ના રોજ […]
પૂર્વ પત્ની સાથે પારિવારિક ઝઘડામાં ગેરકાયદે રિવોલ્વર રાખતા શખ્સની ધરપકડ
રાજકોટ શહેર SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર ભીસ્તીવાડ સ્લમ ક્વાર્ટર નજીકથી યાકુબ મોટાણી નામના શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર અને મોબાઈલ મળી કુલ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે હથિયાર રાખતો આ આરોપી અગાઉ પણ ગેરકાયદે હથિયાર સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાઈ […]
હેમકુંડ સાહિબ અને ફૂલોની ખીણની કઠિન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી
ઉપલેટા PGVCLના ત્રણ કર્મચારીઓએ હિમાલયની આશરે 15 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા પવિત્ર હેમકુંડ સાહિબ તથા વિશ્વપ્રસિદ્ધ ફૂલોની ખીણ ખાતે યોજાયેલા ટ્રેકિંગમાં ભાગ લઈને સાહસિકતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ટ્રેકિંગ કાર્યક્રમમાં PGVCLના કર્મચારીઓ હિતેશ સુવા, વિશાલ સોજીત્રા અને નિલેશ ભટ્ટીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હિમાલયના ઊંચાઈવાળા […]
મંત્રીઓ અને પ્રભારી મંત્રીની ગેરહાજરી વચ્ચે ‘તિરંગા યાત્રા’ યોજાઈ, મેયરે કહ્યું- પ્રદેશ કક્ષાના કોઈ નેતાઓનાં આવવાનું આયોજન હતું જ નહીં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે 09:00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે “તિરંગા યાત્રા 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી. જેમાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જોકે, આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના એક […]
સુરત મનપાના બે મહત્તવના નિર્ણય મેદાન વગરની 70 સ્કૂલમાં ધાબા પર ધ્વજવંદન પર રોક
સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે બે અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં સુમન સ્કૂલમાં અગાસી પર કરંટ લાગવાથી વિદ્યાર્થીના થયેલા દુઃખદ અવસાન બાદ 15મી ઓગસ્ટે ધાબા પર ધ્વજવંદન કરવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, પાલિકાની સીધી ભરતીમાં માજી સૈનિકોને રાજ્ય સરકારની નીતિ મુજબ અનામત આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ […]
સગીરાના 29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મેડિકલ રિપોર્ટ પ્રતિકૂળ
ગુજરાત હાઈકોર્ટમાં ખેડાથી એક દુષ્કર્મ પીડિતા સગીરાના 29 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આ અરજી હાઇકોર્ટે નકારી નાખી છે. હાઈકોર્ટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેનો રિપોર્ટ ગર્ભપાત માટે નકારાત્મક આવ્યો છે. એટલે પ્રસૂતિ બાદ બાળકને પીડિતાની ઈચ્છા પ્રમાણે એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે. મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની ભલામણ […]
પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદથી ધરપકડ
આણંદના પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસ સામે અગાઉ 3.56 કરોડથી વધુના અપ્રમાણસર મિલ્કતનો કેસ એસીબીએ નોંધ્યો હતો. જેમાં આવકની સામે 64.84 ટકા જેટલી વધુ આવક હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં ફરાર કેતકી વ્યાસને ક્રાઇમ બ્રાન્ચે શેલામાં તેની બહેનના ઘરેથી ઝડપી પાડી છે. બાદમાં હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એસીબીને સોંપી છે. રોકડ વ્યવહારો અને […]










