ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી રાયગણ નદીના પુલ પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ તાડપત્રી ભરીને જઈ રહેલી એક ટ્રક પુલની રેલિંગ તોડીને અંદાજે ૧૦ ફૂટથી વધુ ઊંડા નદી કિનારાના વિસ્તારમાં પલ્ટી ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. આ ઘટના આજે સવારના અંદાજે […]
Author: JKJGS
તાપીના વ્યારામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ
તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વ્યારાના ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન પામી હતી. ‘દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ’ના નારા સાથે નગરના […]
વ્યારામાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વ્યારાના રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિના નારાઓ અને વાતાવરણમાં ગુંજતા જયઘોષથી સમગ્ર વ્યારા […]
પાદરામાં તિરંગા યાત્રા યોજાઈ: ધારાસભ્ય સહિત હજારો લોકો ઉમટ્યા
પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં પાદરા પોલીસ મથકના પી.આઈ. પ્રતિપાલસિંહ ગોહિલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ મંથન શાહ સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. […]
વડોદરાના નવયાર્ડ વિસ્તારમાં યુવક પર હુમલો
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પરત ફરી રહેલા યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. યુવકને પકડી રાખી ગડદા-પાટુનો માર માર્યા બાદ મુખ્ય આરોપીએ ધારદાર ચપ્પુ વડે શરીર અને પીઠના ભાગે પાંચથી છ ઘા માર્યા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા […]
ડુંગરપુર નજીક સિંહણ અને બે સિંહબાળની લટાર
ગિરનારના વિશાળ જંગલ વિસ્તારમાં હાલ 54 કરતાં પણ વધુ સિંહોનો સ્થાયી વસવાટ છે. આ જંગલને અડીને આવેલા માનવ વસાહત ધરાવતા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, ત્યારે તાજેતરમાં ડુંગરપુર ગામ નજીક સિંહણ પોતાના બે સિંહબાળ સાથે નિશ્ચિંત બનીને રસ્તા પર લટાર મારતી નજરે પડી હતી. સિંહણ અને બે સિંહબાળની રસ્તા પર લટાર આ […]
હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી […]
ખડ ખંભાળિયામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ
લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો, સરપંચ, બાળકો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઢોલના તાલ સાથે તિરંગો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ભારત માતા અને રાષ્ટ્રધ્વજ […]
જામનગરમાં મહિલાઓ દ્વારા એવરત જીવરત વ્રતની ઉજવણી
જામનગરમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા મહિલાઓના એવરત જીવરત વ્રતના જાગરણ નિમિત્તે વિશેષ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે. આ કાર્યક્રમ સુભાષ શાક માર્કેટ નજીક આવેલા ભોઈ સમાજના ધાળીયા પાસે યોજાય છે. આ આયોજનમાં સમાજની મહિલાઓ અને બહેનો પ્રાચીન રાસ-ગરબા ગાય છે. રાસ-ગરબાને તાલ આપવા માટે ઢોલ-નગારા […]
જામનગરમાં શિવાલયોમાં ભક્તો ઉમટ્યા
જામનગર, જેને ‘છોટી કાશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના-મોટા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર શહેરમાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સવારથી શિવભક્તોએ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે બિલીપત્ર, અભિષેક અને જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ […]










