માંગરોળ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ૧૦૦ કરતા વધુ તાલિમાર્થી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજની ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ – સિચાઈ પાણી વ્યવસ્થાપન, સિંચાઈ અને ડ્રેનેજ ઇજનેરી વિભાગ દ્વારા, “દરિયાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભજળ રીચાર્જ અને સિંચાઈ પાણી વ્યવસ્થાપન” વિષય પર દરિયાકાંઠા વિસ્તારના માંગરોળ તાલુકાના લોએજ તથા તેની આસપાસના ગામોના ખેડૂતો તેમજ મેરા ગાવ […]
Author: JKJGS
રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધાનું સમાપન
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટના બાલભવન ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરના શ્રેષ્ઠ કબડ્ડી ખેલાડીઓએ ઉત્સાહભર્યા પ્રદર્શન દ્વારા પોતાનું કૌશલ્ય દાખવ્યું અને ખેલ મહાકુંભના મિશન “સૌની ભાગીદારી”ને સાકાર કર્યું હતું. સ્પર્ધામાં રાજકોટ કબડ્ડી એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને, આર.આર. સ્પોર્ટ્સ ટીમ બીજા સ્થાને અને રાજકોટ સ્પોર્ટ્સ ક્લબની […]
મુંજકા-૨ પ્રાથમિક શાળામાં સાંસદશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં મેઘધનુષનો આઠમો રંગ વાર્ષિકોત્સવ યોજાયો
રાજકોટ જિલ્લાની મુંજકા-૨ પ્રાથમિક શાળામાં ગત તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંસદશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વાર્ષિકોત્સવ – મેઘધનુષનો આઠમો રંગ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, નાટક, ભજન, મેજિક શો સહિત વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે સાંસદશ્રીના હસ્તે સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા […]
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઇ
76મા પ્રજાસત્તાક પર્વ ની જિલ્લા કક્ષા ની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ૭૬ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ મેલેરિયા શાખા દ્વારા બનાવામાં આવેલ મેલેરિયા મુક્ત ગુજરાત 2030 ના મેલેરિયા રથ ને પ્રથમ નંબર આવેલ. આ […]
માંગરોળ તાલુકાના લોએજ ગામે ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 29/01/2025 ના રોજ .નાથીબેન રાજદેભાઈ ચાંડેરા,ઉ.વ.૯૫ નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ લખમણભાઈ રાજદેભાઈ ચાંડેરાના માતૃશ્રી થાય છે.તેમજ લોએજ ગામના માજી સરપંચશ્રી રામભાઈ નંદાણિયાના નાની થાય છે. માજી સરપંચ શ્રી રામભાઈએ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા હરદિપસિંહ જેઠવાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ […]
ક્યાંક તો કચાશ છે..!! સાવરકુંડલાના એક જાગૃત નાગરિક દ્વારા સાવરકુંડલા રેલ્વે સ્ટેશનની સામેના પ્લેટફોર્મ પર જવા અંગેની પરિસ્થિતિ સંદર્ભે વિડિયો જાહેર કરી રેલવે તંત્રને આરસી બતાવી
સાવરકુંડલા રેલવે સ્ટેશનના સામેના પ્લેટફોર્મ પર જવા અંગેનો એક વિડિયો જાગૃત નાગરિક દ્વારા વાઈરલ થયો જે આજનો જ છે અને લગભગ સવારના સમય આસપાસનો છે સામેના ટ્રેક પર એક ટ્રેન ઊભી છે અને લોકો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી અથવા નીચે ચડીને પાટા ક્રોસ કરતા જોવા મળે છે. આમ ગણીએ તો સાવરકુંડલાના રેલવે […]
સાવરકુંડલા/લીલીયા વિઘાનસભાની વિકાસ ગાથા દર્શાવતુ ”ઋણાનુબંઘ ભાગ-૩” પુસ્તકનુ ભવ્ય લોકાર્પણ
ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની સેવા અને સક્રીયતાનું સરવૈયુ એટલે ”ઋણાનુબંઘ ભાગ-૩” અનુસુચિત જાતીના જીલ્લા અઘ્યક્ષ અને સિનીયર એડવોકેટ શ્રી કેશુભાઇ વાઘેલાના વરદ્ હસ્તે ઋણાનુબંઘ ભાગ-૩ નું લોકાપર્ણ કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં નેસડી ખોડલઘામના સંત પૂ.લવજીબાપુ તથા સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાની પ્રેરક ઉ૫સ્થિતમાં કાર્યક્રમ યોજાયો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાલા […]
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની મુબારક સફરે જતાં મુસ્લિમ અગ્રણી દ્વારા સન્માન
સાવરકુંડલા ખાતે થી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની સફરે જતા તેઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર મક્કા મદીનાની પવિત્ર ઉમરાહ સફરે જતા હોવાંથી તેઓનું ફૂલહાર થી સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, ઉપપ્રમુખ ઇકબાલ ગોરી ગુજરાત ફર્સ્ટના અને અમરેલી જિલ્લાના નામાંકીત જર્નાલિસ્ટ લિસ્ટ ફારૂક કાદરી વી.ટી.વી. […]
જોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબનો વિદાયમાન કાર્યક્રમ
તારીખ 29/1 /2025 ના રોજ માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રોનકકુમાર ઠોરીયા સાહેબનો વિદાયમાન કાર્યક્રમ તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં kgabar.jam@gmail.com આવ્યો. આ કાર્યક્રમ તાલુકા પંચાયત જોડિયાના ઉપપ્રમુખ શ્રી મંગાભાઈ ધ્રાંગીયાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવેલ,આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત જોડીયા ના કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન […]
જિલ્લા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં ઓલપાડની કુંદિયાણા પ્રાથમિક શાળાનો ઝળહળતો દેખાવ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન ડાયેટ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. જેમાં કુંદિયાણા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની શાળા સહિત સમગ્ર તાલુકાનું નામ રોશન કરેલ છે. સ્પર્ધાનાં ત્રણ સ્ટેજ પૈકી ધોરણ […]










