જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપાર માં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે, અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ […]
Author: JKJGS
સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ; કાચ, માટી, ટીનની બોટલમાં જ પાણી મળશે
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ […]
ક્રિકેટરોની સેલરી વધશે, હાલમાં એક મેચ માટે ₹15 લાખ મળે છે; બોનસ પણ મળી શકે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવામાં આવશે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ […]
રાજ્યના દરેક જિલ્લામાં ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની GMERS સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત 500 મેડિકલ બેઠકો વધી છે. તદ્ઉપરાંત રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 5244 કરોડની રકમ […]
તેરાપંથ ભવન ખાતે વિદ્યાસાગરજી મહારાજને વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન
સુરતના જૈન ધર્મના સમાજ દ્વારા સિટીલાઈટ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન કરાયું, જે તારીખ 25મી ફેબ્રુઆરી,2024ના રોજ બપોરે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી યોજાઈ હતી. મહારાજને ભાવપૂર્ણ વિન્યાંજલી પાઠવી સમાજના અગ્રણી એવા યશવંત શાહ અને હિતેશ જૈન (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, આ વિન્યાંજલીમાં તમામ હિન્દુ સંસ્કૃતિના સાધુ-સંતો સાથે જૈન સમાજના […]
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલોને શ્રેષ્ઠત્તમ ભોજન માટેનું અનુદાન રીલાયન્સ પરિવાર મોકલશે
સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. 29 ફેબ્રુઆરી 2024ના શુભદિને જામનગરના મોટીખાવડી ગામ ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહ્યા છે. ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી […]
ડભોઇના કરણેટ નજીકથી જતી ઓરસંગ નદીમાં ગંદકી જ ગંદકી
ડભોઇ તા. માંથી પસાર થતી ઓરસંગ નદી રેતી ખનન કરનારાઓએ વધુ પ્રમાણમાં રેતી ફુદી નાખતાં કોરી કટ બની છે. થોડી માત્રામાં પાણી છે તેમાં પણ લીલ બાઝી ગઇ છે. જેનાથી ઓરસંગ નદી ગંદી થઈ ગઈ છે. આકરો ઉનાળો હવે ચાલુ થશે ને પાણીની જરૂરિયાત પડશે પણ નદીના પટમાં લીલ અને ગંદુ પાણી હોવાથી પીવાના પાણીની […]
ખંભાળિયામાં રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક સંઘે શિક્ષકોના બદલી અને સેવાકિય નિયમો જાહેર કરવા માગ કરી
ગુજરાત રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક (એચ.ટી.એ.ટી.) સંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગઈકાલે સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં હેડ ટીચર કેડર (એચ.ટી.એ.ટી.) અસ્તિત્વમાં આવી હતી. આ […]
250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ, આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણ નામ પર ચર્ચા
લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યાં હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ […]
હિમવર્ષાથી ફ્લાઈટના ટેકઓફ કે લેન્ડિંગમાં વિલંબ થઈ શકે છે, અનેક ફ્લાઈટ મોડી પડશે
જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરીને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે. ઉત્તર ભારતનાં શહેરોમાં જતી ફ્લાઈટ નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ટેકઓફ કે લેન્ડ થઈ છે. આજરોજ 27 ફેબ્રુઆરીએ લેહમાં હિમવર્ષાની અસરના પગલે અનેક ફ્લાઈટ મોડી પડશે. જો તમે લેહ લદ્દાખનું સૌંદર્ય નિહાળવા જવાના હો તો એક વખત […]