Gujarat

સગીરાના 29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મેડિકલ રિપોર્ટ પ્રતિકૂળ

ગુજરાત હાઈકોર્ટમાં ખેડાથી એક દુષ્કર્મ પીડિતા સગીરાના 29 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આ અરજી હાઇકોર્ટે નકારી નાખી છે. હાઈકોર્ટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેનો રિપોર્ટ ગર્ભપાત માટે નકારાત્મક આવ્યો છે. એટલે પ્રસૂતિ બાદ બાળકને પીડિતાની ઈચ્છા પ્રમાણે એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે. મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની ભલામણ […]

Gujarat

પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદથી ધરપકડ

આણંદના પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસ સામે અગાઉ 3.56 કરોડથી વધુના અપ્રમાણસર મિલ્કતનો કેસ એસીબીએ નોંધ્યો હતો. જેમાં આવકની સામે 64.84 ટકા જેટલી વધુ આવક હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં ફરાર કેતકી વ્યાસને ક્રાઇમ બ્રાન્ચે શેલામાં તેની બહેનના ઘરેથી ઝડપી પાડી છે. બાદમાં હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એસીબીને સોંપી છે. રોકડ વ્યવહારો અને […]

Gujarat

દેવચંદાની ગામ પાસે તાડપત્રી ભરેલી ટ્રક પલટી ગઈ, ચાલક-ક્લીનરનો બચાવ

ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી રાયગણ નદીના પુલ પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ તાડપત્રી ભરીને જઈ રહેલી એક ટ્રક પુલની રેલિંગ તોડીને અંદાજે ૧૦ ફૂટથી વધુ ઊંડા નદી કિનારાના વિસ્તારમાં પલ્ટી ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. આ ઘટના આજે સવારના અંદાજે […]

Gujarat

તાપીના વ્યારામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ

તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વ્યારાના ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન પામી હતી. ‘દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ’ના નારા સાથે નગરના […]

Gujarat

વ્યારામાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વ્યારાના રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિના નારાઓ અને વાતાવરણમાં ગુંજતા જયઘોષથી સમગ્ર વ્યારા […]

Gujarat

પાદરામાં તિરંગા યાત્રા યોજાઈ: ધારાસભ્ય સહિત હજારો લોકો ઉમટ્યા

પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં પાદરા પોલીસ મથકના પી.આઈ. પ્રતિપાલસિંહ ગોહિલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ મંથન શાહ સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. […]

Gujarat

વડોદરાના નવયાર્ડ વિસ્તારમાં યુવક પર હુમલો

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પરત ફરી રહેલા યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. યુવકને પકડી રાખી ગડદા-પાટુનો માર માર્યા બાદ મુખ્ય આરોપીએ ધારદાર ચપ્પુ વડે શરીર અને પીઠના ભાગે પાંચથી છ ઘા માર્યા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા […]

Gujarat

ડુંગરપુર નજીક સિંહણ અને બે સિંહબાળની લટાર

​ગિરનારના વિશાળ જંગલ વિસ્તારમાં હાલ 54 કરતાં પણ વધુ સિંહોનો સ્થાયી વસવાટ છે. આ જંગલને અડીને આવેલા માનવ વસાહત ધરાવતા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, ત્યારે તાજેતરમાં ડુંગરપુર ગામ નજીક સિંહણ પોતાના બે સિંહબાળ સાથે નિશ્ચિંત બનીને રસ્તા પર લટાર મારતી નજરે પડી હતી. સિંહણ અને બે સિંહબાળની રસ્તા પર લટાર આ […]

Gujarat

હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

​પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તાર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસની શરૂઆત નિમિત્તે ભવનાથ મંદિરને રંગબેરંગી ફૂલો અને હારમાળાઓથી […]

Gujarat

ખડ ખંભાળિયામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ

લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો, સરપંચ, બાળકો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઢોલના તાલ સાથે તિરંગો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ભારત માતા અને રાષ્ટ્રધ્વજ […]