નડિયાદમાંથી થોડા દિવસ પહેલા રૂપિયા એક કરોડ ઉપરાંતની મતાની ચોરી થઈ હતી આ ચોરીમાં ચાર તસ્કરોને પોલીસે પકડી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે. આ રિમાન્ડ દરમિયાન તસ્કરોને પોલીસ જે મકાનમાં તસ્કરી થઈ હતી તે મકાનમાં લઈ ગઈ હતી અને ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો તેની તપાસ હાથ ધરી […]
Author: JKJGS
શિબીરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામતુલ્યવડતાલધામમાં 25 એપ્રિલ થી ચાર દિવસીય સહજાનંદી બાળયુવા શિબીર-9 નો દબદબાભેર પ્રારંભ થયો છે. વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શિબીરનો દીપ પ્રાગટ્ય વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી, સાળંગપુરના હરિપ્રકાશ સ્વામી, નારાયણસ્વામી,બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, શુકદેવસ્વામી (નાર), વલ્લભસ્વામી, પાર્ષદવિત્થલભગત, ગુણસાગર સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડતાલ […]
પેન્સિલ પેકિંગના બહાને યુવકે ફેસબુક પરથી સંપર્ક કર્યો, ઠગોએ 75,934 રૂપિયા પડાવ્યા
વસો તાલુકાના બામરોલી ગામમાં ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સરતાનપુરા વિસ્તારના રહેવાસી કીર્તિબેન સોલંકીના ખાતામાંથી ઠગોએ 75,934 રૂપિયા પડાવ્યા છે. કીર્તિબેનના મોટા દીકરા હિરેને ફેસબુક પર ઘરબેઠા પેન્સિલ પેકિંગની નોકરીની જાહેરાત જોઈ હતી. તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ઠગે હિન્દી ભાષામાં વાતચીત કરી હિરેન પાસેથી વિવિધ ચાર્જના નામે પૈસા પડાવ્યા હતા. […]
જગડીયા ડેમનું પાણી પશુઓ પણ પીતા નથી, લોકોને બીમારીનો ભય
અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્રણ વર્ષ પહેલાં રસલીયા લાઈન દ્વારા શુદ્ધ પાણી મળતું હતું. હાલમાં જગડીયા ડેમમાંથી આવતું પાણી પીવાલાયક નથી. જગડીયા ડેમમાં વરસાદ પછી માત્ર બે મહિના સુધી જ પાણી શુદ્ધ રહે છે. ત્યારબાદ પાણી ખારું થઈ જાય છે. આ દૂષિત પાણીથી લોકોને ઝાડા, ઉલ્ટી અને તાવ જેવી બીમારીઓ થાય […]
બનાસકાંઠા કલેક્ટરે મૃતક આચાર્યના પરિવારને 15 લાખનો ચેક આપ્યો
બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી-2024 દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઇ પટેલનું અવસાન થયું હતું. મોટામેડા પ્રાથમિક શાળાના આચાર્ય રાજાભાઇ પટેલને 23 માર્ચના રોજ થાવર પે સેન્ટર જતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મૃતક શિક્ષકના પત્ની વારીબેન પટેલને 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ […]
બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો, 57 અધિકારીઓએ લીધો ભાગ
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ (CEEW) દ્વારા રાજ્યના 10 શહેરો માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર શહેરનો સમાવેશ કરાયો છે. કાર્યક્રમ દરમિયાન ત્રણેય જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. કલેક્ટર મિહિર પટેલે […]
રામલીલા મેદાનમાં યુવાનોએ આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પાલનપુર શહેરમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પહલ ગામથી છ કિલોમીટર દૂર આવેલા પર્યટક સ્થળે થયેલા આતંકી હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં પાલનપુરના રામલીલા મેદાનમાં યુવાનોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાને ફાંસીના માંચડે ચઢાવ્યું હતું. યુવાનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળાનું દહન કર્યું […]
અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત 63 વાહનોની હરાજી કરી, બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા
અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત કરેલા 63 વાહનોની ગુરૂવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા. આ હરાજીમાં આબુરોડના મહંમદ સાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી રૂ.16.28 લાખમાં તમામ વાહનો ખરીદ્યા હતા. હરાજી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજસ્થાન સરહદે આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરાયેલા 63 વાહનોને […]
થરાદમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ, બીજી તરફ હાઇવે ઉપર રાત્રે અંધારૂ
થરાદ બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસના સમયે પણ ચાલુ જોવા મળી હતી. બીજી તરફ થરાદ ડીસા હાઈવે ઉપરની સ્ટેટ લાઈટો બંધ છે. જે ચાલુ કરવા બાબતે તંત્રના અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. થરાદ બજારમાંથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા ઉપર ધોળા દિવસે સ્ટેટ લાઈટો ચાલુ જોવા […]
બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન ગરમીનો પારો ઊંચો જશે, લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી
બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે તાપમાન 40.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે. બપોરે 1 વાગ્યે તાપમાન 38 ડિગ્રી રહેશે. બપોરના 2થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી […]










