નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. ૫ થી ૪૦ સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે ૩૧ માર્ચે રાતે ૧૨ વાગ્યે […]
Author: JKJGS
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચેટીચંડની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો […]
સુરત પોલીસે ૧.૫૭ લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો
સુરત શહેરમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું શહેરના અમરોલીથી ઉતરાણ બ્રિજ તરફ આવતા આ યુવક ડ્રગ્સ સાથે પકડાયો છે. પોલીસે આરોપી ડ્રગ્સ પેડલર આસીફ મજીદ શાની ધરપકડ કરી છે. તેની તપાસ કરતા પોલીસને ૧૫.૭૫ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ મામલે સુરત પોલીસે ૧.૫૭ લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો છે. આ સાથે […]
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યુ
ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર હિમાયતી, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે સવારે ૭થી ૮ વાગ્યા દરમિયાન જૂનાગઢના ગિરનાર દરવાજા સામે શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ફિટ ઇન્ડિયા અભિયાનનો ઉદ્દેશ્ય બેઠાડુ જીવનશૈલીથી શારીરિક રીતે સક્રિય દૈનિક જીવનશૈલીમાં, વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો છે. ફિટ ઇન્ડિયા ચળવળ હેઠળ, […]
BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન
ભારતીય માનક બ્યૂરો (બી.આઈ.એસ.) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બી.આઈ.એસ. અધિનિયમ, ૨૦૧૬ હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. બીઆઈએસ ઉદ્યોગોના […]
છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ
કોંગ્રેસના મનમાં ભ્રષ્ટાચાર, પ્રદેશને લૂંટ્યુ: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરના ગામ મોહભટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ હતું. આ અંતર્ગત ૩૩૭૦૦ કરોડ રૂપિયાથી વધુના વીજળી, તેલ અને ગેસ, રેલ, માર્ગ, શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ જાહેર […]
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્ર માટે ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે, જેમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્ર માટે ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbseacademic.nic.in જાેઈ શકશે. CBSEના એકેડેમિક ડિરેક્ટર ડૉ.પ્રજ્ઞા એમ.સિંહે કહ્યું કે, ‘નવા […]
‘મારી પત્નીના ૪ બોયફ્રેન્ડ, મારા હાલ પણ ક્યાંક સૌરભ જેવા ન થાય’; પતિને ડ્રમ કાંડનો ડર
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ સરકારને તેની પત્નીથી રક્ષણ માટે અપીલ કરી છે. ગ્વાલિયરના રહેવાસી અમિત કુમાર સેનનો આરોપ છે કે, તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે અને તેમાંના એક સાથે તે લિવ-ઈનમાં રહે છે. જ્યારે, અમિતે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પત્નીના […]
લાલુ યાદવે તો બિહારને દેશ-દુનિયામાં બદનામ કર્યુ હતું, આરજેડી ની શાંશન એટલે જંગલરાજ: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ
બિહારમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો લાલુ યાદવ પર કટાક્ષ પટનાના બાપુ ઓડિટોરિયમમાં આયોજિત કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હતા. કાર્યક્રમમાં કેન્દ્ર અને સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, બે વખત ભૂલ થઈ હતી… હવે ફરી નહીં થાય. કેન્દ્રીય […]
છત્તીસગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા ૫૦ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું
સરન્ડર કરેલ નક્સલવાદીઓમાંથી ૧૪ પર કુલ રૂ. ૬૮ લાખનું ઈનામ હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાતના કલાકો પહેલા બીજાપુર જિલ્લામાં ૫૦ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. જેમાં ૧૪ પર કુલ રૂ. ૬૮ લાખનું ઈનામ હતું. સીઆરપીએફ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરન્ડર કર્યું […]










