ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, વાજબી ભાવ સુનિશ્ચિત કરવા એ મોદી સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે: શ્રી ચૌહાણ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મોદી સરકાર ખેડૂત-મિત્ર સરકાર છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, વાજબી ભાવ સુનિશ્ચિત કરવા એ તેમની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે આજે જણાવ્યું હતું […]
Author: JKJGS
ભારતના રાષ્ટ્રપતિ છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ૨૪ માર્ચ, ૨૦૨૫ને સોમવારના રોજ રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે છત્તીસગઢ વિધાનસભાએ લોકશાહી પરંપરાઓના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે ગૃહની કાર્યવાહી દરમિયાન વેલમાં પ્રવેશતા સભ્યોને આપમેળે સસ્પેન્ડ કરવાનો અસાધારણ નિયમ બનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે. […]
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ૮ વર્ષ પૂર્ણ કર્યા યુપી સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ‘ પર આધારિત ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરવામાં આવી ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યના પાટનગર લખનૌ ખાતે એક પ્રેસ વાર્તામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું સાથેજ રાજ્ય સરકારની ‘સેવા, […]
સુપ્રીમ કોર્ટ કૉલેજિયમની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના વિવાદિત જજ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર મામલે સહમતિ દર્શાવી
જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાંથી મળેલી બિનહિસાબી રોકડ રકમ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેમની સામે આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના વિવાદિત જજ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર મામલે સહમતિ દર્શાવવામાં આવી હતી. જજ યશવંત વર્માના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતાં વિવાદોમાં છે. સુપ્રીમ […]
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી
સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેણે તેમનું નામ લીધા વિના મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કુણાલ કામરાનો આ વીડિયો સામે આવતા જ શિવસૈનિકો ગુસ્સે થઈ ગયા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં […]
ઉત્તર પ્રદેશના સંભલમાં ભીડને હિંસા માટે ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની પોલીસે ધરપકડ કરી
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી, ત્યારે સંભલ પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં મસ્જિદ કમિટીના મુખ્ય વીકલ ઝહર અલીની આ કેસના સંબંધમાં ધરપકડ કરી લીધી હતી. ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં ભડકેલી હિંસાની પૂછપરછ કરવા માટે જામા મસ્જિદના વકીલ ઝફર અલીને બોલાવ્યો હતો ત્યારે આ ઘટનાની […]
જે. પી. નડ્ડા અને કિરણ રિજ્જુએ કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર
કર્ણાટક કોન્ટ્રાક્ટમાં ૪% મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો કર્ણાટકમાં કોન્ટ્રાક્ટની અંદર ૪% મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ બંધારણની રક્ષા બંધ કરોનો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. […]
મહારાષ્ટ્રના નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ફેરવાયું
આરોપી ફહીમ ખાનના ઘર પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યુ હતું. આરોપીના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને ૨૧ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં […]
કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
૮૮ વર્ષીય કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે હોસ્પિટલની બાલ્કનીમાંથી સમર્થકોનો આભાર માન્યો. ફેફસાના ચેપ લાગવાના કારણે પોપને ૧૪ ફેબ્રુઆરીએ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી પોપ વેટિકન સિટીમાં તેમના […]
મૂળ પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં અપહરણ બાદ હત્યા; મૃતદેહ વતન લવાયા બાદ પરિવારમાં શોકની લાગણી
છેલ્લા ૧૬ વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા અને મૂળ પોરબંદરના વતની યુવાન નું ૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે ત્યાંના લુટારૂઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ કર્યું હતું. રવિવારે યુવકના મૃતદેહને વતન લાવામાં આવતા પરિવારમાં શોક છયાવો હતો. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ ગુજરાતના પોરબંદરના ૩૬ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી છેલ્લા સોળ વર્ષથી […]










