Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર બક્ષીપંચ મોર્ચા દ્વારા આજરોજ પરિચય બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બક્ષીપંચ મોર્ચાના નવનિયુક્ત કારોબારી સભ્યો, વિવિધ વોર્ડના પ્રમુખો તેમજ મહામંત્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા

બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, સંગઠનાત્મક કાર્યને વેગ આપવા તેમજ આગામી કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો તેમજ સંગઠનના કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે સૌને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના શહેર અધ્યક્ષા શ્રીમતી […]

Gujarat

પંચમહાલ પોલીસે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજ્યો

પંચમહાલ પોલીસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સહયોગથી સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયાની જવાબદારી અને કાનૂની જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે જાગૃતિ લાવવા અને સોશિયલ મીડિયાના જવાબદારીપૂર્વક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. […]

Gujarat

જામનગરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર 23,761 વાહન ચાલકો કેમેરામાં કેદ

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિક પોઈન્ટ્સ પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પર સતત બાજ નજર રાખી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ જમ્પિંગ, ઓવરસ્પીડિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવી, ત્રિપલ […]

Gujarat

જામનગર LCBએ પવનચક્કી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો

જામનગર LCB પોલીસે કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 1,06,510ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ ચોરીઓ પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ માટેના કોપર કેબલ વાયરની હતી. LCBએ ગણતરીના કલાકોમાં આ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને […]

Gujarat

જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અળગા રહી કલેક્ટરને આવેદન આપ્યું

સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકોને પોતાના આંગણે સસ્તો, ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવા ઉમદા આશયથી જામનગર બાર એસોસિએશનના વકીલોએ 29 જુલાઈના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને સમગ્ર કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ પુનઃ શરૂ કરવાની ન્યાયિક માંગ સાથે વકીલોએ એકજૂટ થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને […]

Gujarat

આફ્રિકાના કોંગોના મુસાફર ચિંતામાં મૂકાયા, સુરક્ષા વિભાગે 20 મિનિટમાં સોનાની અંગૂઠી શોધી આપી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકાના કોંગોના મુસાફરની પોણા બે લાખની વીંટી ખોવાઈ જતા તે ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, સુરક્ષા વિભાગના સ્ટાફ માત્ર 20 મિનિટમાં સોનાની અંગૂઠી શોધી પરત આપી હતી. રાજકોટ એરપોર્ટ પર અગાઉ 5 કરોડની કાંડા ઘડિયાળ ખોવાઈ ગયા બાદ CISF સ્ટાફે તે ઘડિયાળ શોધી આપી હતી. જે બતાવે છે કે, એરપોર્ટ પર […]

Gujarat

રાજકોટવાસીઓ માટે કરોડોના વિકાસકામોની ભેટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કુલ 35,000 ચોરસમીટર વિસ્તારના રસ્તાઓ પર રૂ. 1.72 કરોડના અંદાજિત ખર્ચે થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે સંબંધિત એજન્સી દ્વારા 34.34% ડાઉનથી કામ કરવા સહમતી દર્શાવવામાં આવી […]

Gujarat

ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ આરોપી રામદેવ ડાંગરની પૂછપરછ દરમિયાન તેને હથિયાર બોટાદના જસ્મીન કોઠારી નામના શખ્સે આપ્યાની કબૂલાત આપતા રાજકોટ શહેર SOG ટીમે જસ્મીન કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી જસ્મીનને બોટાદમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જે બાદ જસ્મીન પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન બોટાદ LCBએ […]

Gujarat

તારાપુરના મોરજ ગામે 4 ફૂટનો મગર પકડાયો

તારાપુર તાલુકાના મોરજ ગામે ઇસરવાડા-મોરજ રોડ પર એક તળાવડીમાં 4 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમે ત્રણ દિવસની સતત વોચ બાદ આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન ઇસરવાડા-મોરજ રોડ પર આવેલી ગેબનશા પીરની […]

Gujarat

પાદરાના સોખડા ખુર્દમાં જાહેર માર્ગ પર મગર

પાદરાના સોખડા ખુર્દ ગામ નજીક બિલ તરફ જતા જાહેર માર્ગ પર મોડી રાત્રે એક વિશાળ મગર જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચે અચાનક મગરને જોઈને એક કાર ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાની કાર રોકી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. ચોમાસાની ઋતુમાં નદીઓ, […]