ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. સવારે આરતી પહેલા પૂજારીઓએ સોમનાથ મહાદેવને ભગવાન ગણેશજીનું સ્વરૂપ ધારણ કરાવતો ખાસ શૃંગાર કર્યો હતો. શિવ અને ગણેશજીના આ શુભ સમન્વયના દર્શનથી સોમનાથ ધામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે સોમનાથ મહાદેવના શિવલિંગ પર પૂજારીઓએ ખાસ શૃંગાર કર્યો […]
Gujarat
કાલાવડના વિદ્યાર્થીઓએ કલાકૃતિથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી. કાલાવડના નિકાવા ગામમાં આવેલી કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગણેશજીની એક સુંદર કલાકૃતિ બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું. ગણેશ ઉત્સવ માટે શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને ભગવાન ગણેશજીનું આકર્ષક સ્વરૂપ બનાવ્યું હતું. બાળકોની આ રચના જોઈને ત્યાં હાજર ગ્રામજનો અને મહેમાનો ખુશ થઈ ગયા. સ્થાનિક લોકો અને વાલીઓએ […]
જામનગરમાં પત્રકારો માટે નેત્રદીપ હોસ્પિટલે કર્યો નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ
નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ, જામનગર દ્વારા પત્રકારોના સ્વાસ્થ્ય અને આંખની સુરક્ષા માટે એક ખાસ ‘આઇ અવેરનેસ પ્રોગ્રામ’ અને નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાત ડોકટરોએ પત્રકારોને આંખની યોગ્ય સંભાળ, વાંચવાની સાચી રીત, તેમજ કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનથી આંખોને થતા નુકસાન વિશે વિસ્તૃત […]
દરેડમાં પ્રેમ સંબંધમાં હત્યા, 4 શખ્સ જેલ હવાલે
જામનગર નજીકના દરેડ ગામે શનિવારે સવારે બનેલી સગીરની સનસનાટીભરી હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દરેડમાં રહેતા 17 વર્ષીય સાગર રમેશભાઈ ખરા નામના કિશોરને ગામની જ એક સગીરા સાથે પ્રેમસંબંધ હોય, જે અંગેની સંબંધી આરોપીઓને જાણ થઈ ગઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ સગીરાના મોબાઈલ ફોનમાંથી સાગરને મેસેજ કરી સવારે આશરે નવ વાગ્યે ઘરે […]
કાનાલુશ ગામમાં દરોડો પાડી રૂ.89,750નો ગાંજો અને મોબાઈલ જપ્ત કરાયા
લાલપુર તાલુકાના કાનાલુશ ગામમાં મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 1 કિલો 795 ગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ.89,750 છે. પોલીસને માહિતી મળી હતી કે કાનાલુશ ગામમાં પોસ્ટ ઓફિસની આગળની શેરીમાં આવેલા એક મકાનની ઓરડી નંબર 4માં ગેરકાયદેસર રીતે ગાંજો વેચવા માટે રાખવામાં આવ્યો છે. […]
જામનગરમાં રાતભર ધોધમાર વરસાદથી જળબંબાકાર
જામનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આઠ કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે નવાગામ ઘેડ તેમજ વોર્ડ નંબર 2 અને 4 ના રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે સ્થાનિક લોકોને મુશ્કેલીનો […]
વડોદરામાં સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર પર એસિડ ફેંક્યું
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બાથરૂમ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવાની ના પાડતાં સાસુએ ઉશ્કેરાઈ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફફેંક્યું હતું. જેથા પરિણીતા એસિડથી દાઝી જતાં તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગોરવા પોલીસે સાસુ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. […]
જિલ્લા પોલીસવડાએ મેઘપર પડાણા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કર્યું
જામનગર જિલ્લા પોલીસવડા ડૉ. રવિ મોહન સૈનીએ મેઘપર પડાણા પોલીસ મથકની વાર્ષિક મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન, પોલીસ મથકની કામગીરી, અલગ અલગ રેકોર્ડ, ગુનાઓની તપાસ અને પેન્ડિંગ કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરી પણ તપાસવામાં આવી હતી. પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી […]
જામનગરનાં 9 વર્ષીય વિહાન ચેતરિયાએ માઉન્ટ યુનામ સર કર્યું
જામનગરના ૯ વર્ષના વિહાન ચેતરિયાએ હિમાલયમાં ૬,૧૧૧ મીટર ઊંચું માઉન્ટ યુનામ સફળતાપૂર્વક સર કર્યું છે. આ સાથે તેણે સાહસ અને પર્વતારોહણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે. વિહાને ૧૦ સપ્ટેમ્બરે બિકાટ એડવેન્ચર દ્વારા આયોજિત એક અભિયાન હેઠળ માઉન્ટ યુનામનું શિખર સર કર્યું હતું. વિહાનની આ સિદ્ધિ ખાસ છે, કારણ કે ૬,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર […]
જામનગરના ટાઉનહોલ સર્કલને મળી વનતારા થીમ આધારિત નવી ઓળખ
જામનગરના ટાઉનહોલ સર્કલને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી નવી ઓળખ મળી છે. વનતારા થીમ પર વિકસાવવામાં આવેલા આ સર્કલનું લોકાર્પણ રવિવારે થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ, PPP પ્રોજેક્ટ અંતર્ગત આ સર્કલને સુંદર બનાવવામાં આવ્યું છે. તેમાં શહેરી વિકાસ સાથે […]










