Gujarat

જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ

જામનગરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે બે કુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પછી, એટલે કે ગઈકાલે 15 સપ્ટેમ્બરે, આ બંને કુંડમાં કુલ 68 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તોએ પોતાના ઘરો અને અન્ય સ્થળોએ સ્થાપિત કરેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મનપા દ્વારા નક્કી […]

Gujarat

તાલાલાની મંગેતરે સગાઈ તોડવાની વાત કરતાં યુવકે કપડાં ધોવાનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટના પોપટપરા વિસ્તારમાં ઠાકરશી પાન નજીક રહેતા 21 વર્ષીય જુલ્ફીજ હનીફભાઈ મજદુલ નામના યુવાને પોતાના ઘરે કપડાં ધોવાનું લિક્વિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બે ભાઈઓમાં નાનો અને શો-રૂમમાં નોકરી કરતો જુલ્ફીજની […]

Gujarat

રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદમાં રસ્તાઓ પર નદીઓ વહી, વોકળાઓ પૂરી દેવાતાં ગોઠણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

રાજકોટમાં ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સેન્ટ્રલ, વેસ્ટ તેમજ ઈસ્ટ ઝોનમાં માત્ર પોણા બવ ઈંચ જેવો સામાન્ય વરસાદ ખાબક્યો હતો. પરંતુ આ સામાન્ય વરસાદમાં જ રાજકોટ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થઈ ગયા હતા અને અનેક નીચાણવાળા […]

Gujarat

પાટણનો કમલેશ ઠક્કર 4 વર્ષ જૂના ક્રિકેટ સટ્ટાના ગુનામાં ઝડપાયો

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 વર્ષ જૂના ક્રિકેટ સટ્ટાના એક કેસમાં નાસતો ફરતો પાટણનો મુખ્ય આરોપી કમલેશ ઠક્કર ઉર્ફે કે.ટી. જાપાનને સ્થાનિક LCB ટીમે પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાંથી પકડ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને આણંદ પોલીસને સોંપવાની તૈયારી ચાલી રહી છે. આણંદ પોલીસ સ્ટેશનમાં માર્ચ 2022માં IPL મેચ દરમિયાન ક્રિકેટ […]

Gujarat

ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખા દ્વારા અભિયાન; નાગરિકોને જતન કરવા અને સહયોગ આપવા અપીલ

ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખા પાટણ દ્વારા શહેરના મુખ્ય હાઈવેના ડીવાઈડરોમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત પાટણ-રૂણી માર્ગના ડીવાઈડરમાં 85 વૃક્ષોનું પાંજરા સાથે રોપણ કરવામાં આવ્યું છે. સંસ્થાએ નાગરિકોને વૃક્ષોના જતન માટે સહયોગ આપવા અપીલ કરી છે. આ અભિયાન શહેરની સુંદરતા વધારવા અને પર્યાવરણનું જતન કરવા માટે શરૂ કરાયું છે. પાટણથી રૂણી ઉપરાંત […]

Gujarat

લાલપુરમાં વડાપ્રધાનના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ સેવા પખવાડિયા અંતર્ગત યોજાશે. આ રક્તદાન કેમ્પ 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. તેનું સ્થળ CHC સેન્ટર લાલપુર (સરકારી દવાખાનું) રાખવામાં આવ્યું છે. આયોજકોએ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા […]

Gujarat

નવસારીમાં પોલીસકર્મી પર જીવલેણ હુમલો

નવસારી શહેરમાં સુરત સિટી પોલીસમાં એલ.આર. તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી વિશાલ ખાન પઠાણ પર કેટલાક અસામાજિક તત્વોએ ડંડા વડે હુમલો કર્યો છે. અન્ય યુવક સાથે થઈ રહેલી મારામારીમાં વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયાસ કરતાં બદલો લેવાની ભાવનાથી હુમલાખોરોએ આ કૃત્ય આચર્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા […]

Gujarat

તાલાલામાં ભૂકંપથી સુરક્ષા માટે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એક કાર્યશાળા યોજાઈ. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેનું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં ભૂકંપ સામે સુરક્ષા, પૂર્વતૈયારી અને જોખમ મૂલ્યાંકન વિશે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના નેતૃત્વની ઉજવણી માટે આ કાર્યશાળા યોજાઈ છે. […]

Gujarat

હિરણ-1માં 2.5, હિરણ-2માં 5.5 ઇંચ વરસાદ, આંબાકુઇ નદીમાં પૂર; તાલાલા-ખીરધારનો રસ્તો બંધ

ગીર પંથકમાં આજે મેઘરાજાએ હેત વરસાવતા સવારથી જ સમયાંતરે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. તાલાલાના ઉમરેઠી ગામે આવેલા હિરણ-2 ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખીરધાર-ધણેજ ગામ પાસેથી વહેતી આંબાકુઇ નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે તાલાલા-ખીરધારનો રસ્તો બંધ થઈ ગયો હતો. હિરણ-2 ડેમમાં પોણો ફૂટ નવા […]

Gujarat

ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ, ઉનામાં 5.5, તાલાલામાં 4 ઈંચ

ગીરસોમનાથ જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી-નાળા ફરી વહેતા થયા છે. છેલ્લા 24 કલાકમાં, સવારે 6 વાગ્યા સુધીમાં, જિલ્લામાં 22થી 138 MM સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉના તાલુકામાં 138 MM (સાડા 5 ઈંચ) અને તાલાલામાં 98 […]